કામગીરી/ મોરબી પોલીસે કરોડો રૂપિયાના દારૂના જથ્થાનો નાશ કર્યો

મોરબી જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં એક વર્ષમાં જપ્ત કરાયેલા દારૂનો નાશ કરાયો હતો.

Gujarat
1

મહાત્મા ગાંધી અને સરદાર વલભભાઈ પટેલના ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક કાયદો અમલમાં છે ત્યારે તેનું અમલ કરાવવા પોલીસે જે કાર્યવાહી ભૂતકાળ દરમિયાન કરી હતી. તે કાર્યવાહી દરમિયાન જેટલો પણ દારૂનો જથ્થો પકડાયો હતો. તે દારૂના જથ્થાને આજે મોરબી પોલીસે જાહેરમાં તેનો નાશ કર્યો હતો.

વધુમાં વાત કરીએ તો , મોરબી જિલ્લામાં બે અલગ અલગ સ્થળે ખુલ્લી જગ્યાએ બે દિવસ દરમિયાન રૂ.1.94 કરોડના દારૂ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં એક વર્ષમાં જપ્ત કરાયેલા દારૂનો નાશ કરાયો હતો.

મોરબી જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા એક વર્ષમાં પ્રોહીબિશનના ગુન્હામાં જપ્ત કરવામાં આવેલો વિદેશી દારૂનો નાશ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. છેલ્લા એક વર્ષમાં મોરબી જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન દ્વારા કુલ રૂ. 1,94,63,690 નો વિદેશી દારૂ બીયર જપ્ત કરવામાં આવ્યો હતો. આ મોટાપાયે દારૂનો જથ્થો નાશ કરવાનો હુકમ થતા મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી રાધિકા ભારાઈ તેમજ રાજકોટ નશાબંધી વિભાગના અધિકારી, ડે. કલેકટર અને જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારીઓની ઉપસ્થિતીમાં મોરબી જિલ્લાના અલગ અલગ સ્થળે ખુલ્લી જગ્યામાં બે દિવસ દરમિયાન દારૂનો નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જેમાં 50,353 બોટલ દારૂ, 579 નંગ બીયરના ટીન મળીને કુલ રૂ.1.94 કરોડના દારૂ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. અને આ દારૂનો ખાત્મો બોલાવી દેવામાં આવ્યો હતો.