SMC Action/ અમદાવાદમાં SMCનો સપાટો, દારૂના અડાઓ પર દરોડા પાડતા બુટલેગરોમાં ફફળાટ

અમદાવાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ગુનાહીત પ્રવૃત્તિને લઈને મોટી કાર્યવાહી કરી છે. સ્ટેટ મોનિટરિંગે સેલ દારૂના અડ્ડાઓ પર દરોડા પાડતા 11 લાખનો મુદામાલ કબજે કર્યો છે.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 2024 02 28T125626.435 અમદાવાદમાં SMCનો સપાટો, દારૂના અડાઓ પર દરોડા પાડતા બુટલેગરોમાં ફફળાટ

અમદાવાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ગુનાહીત પ્રવૃત્તિને લઈને મોટી કાર્યવાહી કરી છે. સ્ટેટ મોનિટરિંગે સેલ દારૂના અડ્ડાઓ પર દરોડા પાડતા 11 લાખનો મુદામાલ કબજે કર્યો છે. SMC દ્વારા સોલા ,ઓઢવ,નિકોલ અને વાડજમાં દરોડા પાડવામાં આવ્યા. SMCએ દારૂના અડ્ડાઓ પર દરોડા પાડી મુદામાલ કબજે કરતા 16 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે કેટલાક લોકો આરોપીઓને દરોડાની ગંધ આવી જતા ફરાર થઈ ગયા છે. SMCએ દારૂના અડ્ડાઓ પર દરોડા પાડતા બુટલેગરોમાં ફફળાટ જોવા મળ્યો છે.

SMC દ્વારા ગુનાહીત પ્રવૃત્તિને લઈને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી. શહેરમાં ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડાઓની બાતમી મળતા આખરે SMCએ દરોડાની કામગીરી હાથ ધરી. બુટલેગર શહેરના પોસ વિસ્તારમાં દારૂની હોમ ડિલિવરીની પણ સુવિધા આપતો હોવાનું સામે આવ્યું છે. ગત વર્ષે SMC દ્વારા અમરાઈવાડી અને નરોડા વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તાજેતરમાં SMCને સોલા ,ઓઢવ,નિકોલ અને વાડજ વિસ્તારમાં દારૂના અડ્ડા ચાલતા હોવાની બાતમી મળતા તુરંત કાર્યવાહી હાથ ધરી. SMCએ દરોડામાં લાખો રૂપિયાનો મુદામાલ કબજે કરી આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે 10 આરોપીઓ ફરાર થવામાં સફળ રહ્યા હતા. ગુનાહીત પ્રવૃત્તિમાં સામેલ આરોપીઓની શોધખોળ કરી ધરપકડ કરવામાં આવશે.


આ પણ વાંચોઃ Gagayan Mission/ગગનયાન મિશનની સફર પર જનાર 4 અવકાશયાત્રીઓ કોણ છે?, શું છે આ ગગનયાન મિશન

આ પણ વાંચોઃ Manipur attack/મણીપુરમાં અપહરણ કરાયેલા ASP અધિકારીનો સુરક્ષાદળોએ કરાવ્યો છુટકારો

આ પણ વાંચોઃ