વિસાવદર/ સરકારી અનાજના ગેરકાયદેસર વ્યાપારનો પર્દાફાશ, લાખોની કિંમતનો અનાજનો જથ્થો મળી આવ્યો

વિસાવદરના પ્રાંત અધિકારી કીર્તન રાઠોડ એ જણાવ્યું કે ગેરકાયદેસર રીતે અનાજનો સંગ્રહ કરી અને બારોબાર વેચી નાખવાનું કાર્યસ્થાનની માહિતી મળતા આજે ખુદ પ્રાંત અધિકારીએ સ્ટાફ સાથે દરોડા કર્યા હતા.

Gujarat Others
ગેરકાયદેસર

સરકાર દ્વારા રેશનીંગ કાર્ડ પર અપાતા સરકારી જથ્થાનો ગેરકાયદેસર વેપાર થતો હોવાની માહિતીને લઈ જૂનાગઢ જિલ્લામાં આજે દરોડા પાડવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા સમયથી જુનાગઢ શહેર તેમજ જિલ્લામાં જુદા જુદા સ્થળ પર ઘઉં, ચોખા સહિતની રેશનીંગની ચીજ વસ્તુઓ લોકો દ્વારા વેચી નાખવામાં આવતું હતું પરંતુ આ જથ્થો ગેરકાયદેસર રીતે ખરીદી કરનારાઓ સામે પ્રાંત અધિકારી લાલ આંખ કરી છે જૂનાગઢના બીલખામાં આ સસ્તા અનાજના ગોડાઉન ચાલે છે બિલખા ની સાથે વિસાવદરમાં પણ આ જ રીતની સ્થિતિ હોવાથી વિસાવદરના પ્રાંત અધિકારીએ દરોડા કર્યા છે.

વિસાવદરના પ્રાંત અધિકારી કીર્તન રાઠોડ એ જણાવ્યું કે ગેરકાયદેસર રીતે અનાજનો સંગ્રહ કરી અને બારોબાર વેચી નાખવાનું કાર્યસ્થાનની માહિતી મળતા આજે ખુદ પ્રાંત અધિકારીએ સ્ટાફ સાથે દરોડા કર્યા હતા. વિસાવદરના જુદા જુદા ચાર સ્થળ પર નરોડા કરાયા જેમાં દસ લાખથી વધુનો જથ્થો મળી આવ્યો છે હજુ પણ પ્રાંત અધિકારીની આ તપાસનો ધમધમા શરૂ છે આ અનાજનો જથ્થો ક્યાંથી લાવતા હતા અને કેટલા સમયથી આ સસ્તા અનાજ નો જથ્થો વેચવાનું કામ કરતા તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

Untitled 21 1 સરકારી અનાજના ગેરકાયદેસર વ્યાપારનો પર્દાફાશ, લાખોની કિંમતનો અનાજનો જથ્થો મળી આવ્યો

પ્રાંત અધિકારીએ વિસાવદર થી પકડેલા અનાજના જતા સાથે એક શખ્સને પણ પૂછપરછ કરી હતી તે શખ બીલખાની અંદર આ જથ્થો દેતો હોવાનું સામે આવતા વિસાવદરના પ્રાંત અધિકારી બીલખા સુધી પહોંચ્યા બીલખામાં જે સ્થળ પર અનાજના ગોડાઉન હતા ત્યાં તપાસ કરવા જતા બીલકાના ઉપસરપંચ સહિતનાઓએ હુમલાનો પર્યાસ કર્યા હોવાની ઘટના પણ પ્રાંત અધિકારી પર બની હતી.વિસાવદરના પ્રાંત અધિકારીએ તુરંત જ પોલીસ અને જે તે વિસ્તારના મામલતદારને જાણ કરી અને ત્યાં રહેલા તમામ ગોડાઉનમાં પણ અનાજનો જથ્થો હોવાની પાંચમી ના આધારે પોલીસ અને મામલતદાર સહિતની ટીમે કામગીરી શરૂ કરી છે.

બીલખામાં પણ તપાસ

જૂનાગઢના બીલખામાં પણ અનાજના ઘણા ગોડાઉન આવેલા છે ગોડાઉન માલિકો રીક્ષા લઇ અને તમામ તાલુકા અને શહેરમાં ફેરી કરે છે આ અનાજનો જથ્થો એકઠો કરી અને બહાર મોકલવાનું કારસ્તાન આજે વિસાવદર પ્રાંત અધિકારીએ બહાર પાડ્યું છે.

 Untitled 21 3 સરકારી અનાજના ગેરકાયદેસર વ્યાપારનો પર્દાફાશ, લાખોની કિંમતનો અનાજનો જથ્થો મળી આવ્યો

વિસાવદર માંથી મળી આવ્યો બાયોડીઝલનો જથ્થો

વિસાવદરના પ્રાંત અધિકારીઓ જે સમયે અનાજના ગોડાઉન તરફ જતા હતા ત્યારે વિસાવદરના જીઆઇડીસી વિસ્તારમાં બાયોડીઝલની સ્મેલ આવતા ત્યાં તપાસ કરતા ત્યાંથી બાયોડીઝલનો જથ્થો પણ મળી આવ્યો છે પ્રાંત અધિકારી કીર્તન રાઠોડના જણાવ્યા અનુસાર જીઆઇડીસીમાં 12 નંબરના પ્લોટ આસપાસ સ્મેલના આધારે તપાસ કરતા ત્યાંથી બાયોડીઝલનું મીટર અને 1,000 લીટર આશરે બાયોડીઝલ મળી આવ્યું છે.હાલ તો આ બાયોડીઝલનો સેમ્પલ લઈને એફએસએલ અને ડીએસઓમાં મોકલવાની કામગીરી શરૂ કરાય છે.આ બાયોડીઝલ કોણે મંગાવ્યું તે અંગે પણ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

આ પણ વાંચો:વણાકબારામાં માછીમારોના લાભ માટે બે દિવસના સેમીનારનું આયોજન, અપાઈ મહત્વની જાણકારી

આ પણ વાંચો:સગીરા સાથે બે શખ્સો આચર્યું દુષ્કર્મ, ગર્ભવતી થતાં ઘટના ભાંડો ફૂટ્યો

આ પણ વાંચો:કરુણા અભિયાન અંતર્ગત એમ્બ્યુલન્સને લીલી ઝંડી,મંત્રી મુકેશ પટેલ રહ્યા હાજર