Telangana Bus Accident News: તેલંગાણાના સૂર્યપેટ જિલ્લામાં બુધવારે વહેલી સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. સવારે આશરે 5:20 વાગ્યે હૈદરાબાદથી વિજયવાડા જઈ રહેલી ખાનગી ટ્રાવેલ બસ ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટનામાં 6 લોકોના મોત થયા હતા.
મળતી માહિતી મુજબ, બસમાં કુલ 43 મુસાફરો સવાર હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આસપાસના લોકો અને સ્થાનિક તંત્રની મદદથી ઘાયલોને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
અકસ્મતમાં અનેક મુસાફરોને ઈજા થઈ છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની સ્થાનિક હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. ઘટનાને લઈને સ્થાનિક પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: દિલ્હીમાં બે કાર વચ્ચે અકસ્માત, દિલ્હી-કર્ણાટકના બે ધારાસભ્ય સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
આ પણ વાંચો: ઝારખંડના લાતેહારમાં રિક્ષા અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત,10 ના મોતની આશંકા
આ પણ વાંચો: લુણાવાડા-સંતરામપુર હાઇવે પર ટેન્કર-કાર અકસ્માત, એક જ પરિવારના 3નાં મોત
