World News/ અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના એડમિશનમાં 15% ઘટાડો, કડક ઇમિગ્રેશન નિયમોની અસર

ટ્રમ્પ તંત્રના આકરા ઇમિગ્રેશન(US Visa) નિયમોને કારણે અમેરિકન કોલેજોમાં એડમિશન લેતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 15 ટકાનો ઘટાડો થયો છે. જાણો વિગતવાર અહેવાલ.

international Top Stories World
US Visa

US Visa Rules Impact Indian Students Admissions:  ટ્રમ્પ પ્રશાસન દ્વારા ઇમિગ્રેશન અને સ્ટુડન્ટ વિઝાના નિયમોમાં કરવામાં આવી રહેલા કડક ફેરફારોની અસર હવે અમેરિકામાં(US Visa) અભ્યાસ કરવા જતા ભારતીય વિદ્યાર્થીઓ પર જોવા મળી રહી છે. એક અહેવાલ અનુસાર, 2025-26ના સમયગાળામાં અમેરિકન કોલેજોમાં પ્રવેશ માટે ભારતીય વિદ્યાર્થીઓ તરફથી કરવામાં આવેલી અરજીઓમાં અગાઉના વર્ષની સરખામણીમાં લગભગ 15 ટકાનો ઘટાડો નોંધાયો છે. 1,100થી વધુ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતી કોમન એપના આંકડા મુજબ, 2026-27ના શૈક્ષણિક વર્ષ માટે શરૂઆતના તબક્કામાં એડમિશન અરજીઓમાં વૃદ્ધિ જોવા મળી હતી. જોકે, માર્ચ પછી કુલ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં લગભગ 10 ટકાનો ઘટાડો નોંધાયો છે, જે અત્યાર સુધીના સૌથી મોટા ઘટાડાઓમાંનો એક હોવાનું જણાવાયું છે.

ભારતીય વિદ્યાર્થીઓની અરજીઓમાં ઘટાડો

ભારત અમેરિકામાં આંતરરાષ્ટ્રીય(US Visa) વિદ્યાર્થીઓ માટેના સૌથી મોટા સ્રોતોમાંનું એક છે. 2024-25ના શૈક્ષણિક વર્ષ દરમિયાન આશરે 3.63 લાખ ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં વિવિધ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરી રહ્યા હતા. પરંતુ વિઝા પ્રક્રિયામાં કડકાઈ, નીતિઓ અંગેની અનિશ્ચિતતા અને ઇમિગ્રેશન નિયમોમાં થતા ફેરફારોને કારણે હવે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોમાં ચિંતા વધી રહી છે. આ પરિસ્થિતિ અમેરિકન યુનિવર્સિટીઓના આંતરરાષ્ટ્રીય એડમિશન પર પણ અસર કરી રહી છે.

અમેરિકન અર્થતંત્ર પર પણ અસર

ભારતીય વિદ્યાર્થીઓ માત્ર શિક્ષણ ક્ષેત્ર માટે જ મહત્વપૂર્ણ નથી, પરંતુ તેઓ અમેરિકાના(US Visa) સ્થાનિક અર્થતંત્રમાં પણ મોટો ફાળો આપે છે. અહેવાલ મુજબ, 2025-26ના વસંત સત્રમાં ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકાના અર્થતંત્રમાં અંદાજે 41.77 અબજ ડોલરનું યોગદાન આપ્યું હતું. જો ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા અને એડમિશનમાં ઘટાડો ચાલુ રહે તો 2026-27માં આ યોગદાન ઘટીને લગભગ 38.37 અબજ ડોલર થઈ શકે છે.

આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો

Nafsa અને JB Internationalના અહેવાલ મુજબ, 2025-26ના વસંત સત્રમાં અમેરિકામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની નોંધણી આશરે 11.69 લાખ હતી. આ સંખ્યા આગામી શૈક્ષણિક વર્ષમાં ઘટીને લગભગ 10.57 લાખ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમેરિકામાં સ્ટુડન્ટ અને વિઝિટર વિઝાના નિયમોમાં પણ ફેરફારો કરવામાં આવ્યા છે. નવા નિયમો હેઠળ સ્ટુડન્ટ વિઝાની અવધિ અંગે વધુ કડક મર્યાદાઓ લાવવાની ચર્ચા છે.

OPT પર પણ નવી ફીનો પ્રસ્તાવ

અમેરિકામાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વિદેશી વિદ્યાર્થીઓને કામનો અનુભવ મેળવવાની તક આપતો OPT એટલે કે Optional Practical Training કાર્યક્રમ પણ ચર્ચામાં છે. હાલમાં આ કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓને સામાન્ય રીતે 12 મહિના સુધી અને કેટલીક STEM ડિગ્રીમાં વધુ સમય માટે કામ કરવાની તક મળે છે. આ ઉપરાંત, OPT બાદ કંપની દ્વારા સ્પોન્સર કરવામાં આવતા H-1B વિઝા(US Visa) તરફ આગળ વધવાનો માર્ગ પણ વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જોકે, OPT સાથે જોડાયેલી મોટી ફી લાદવાના સંભવિત પગલાં અંગે પણ ચર્ચા ચાલી રહી છે.

આ તમામ ફેરફારોને કારણે અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવવા ઇચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે આગામી સમય વધુ અનિશ્ચિત બની શકે છે. બીજી તરફ, અમેરિકન યુનિવર્સિટીઓ માટે પણ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ઘટાડો આર્થિક અને શૈક્ષણિક બંને દ્રષ્ટિએ મહત્વનો પડકાર બની શકે છે.


આ પણ વાંચો:અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી: કડક ઇમિગ્રેશન નીતિઓ વચ્ચે 15% ઘટાડો

આ પણ વાંચો:અમેરિકામાં પિઝા ડિલિવરી કરતા પંજાબી યુવકની ગોળી મારી હત્યા, પરિવાર પર તૂટી પડ્યો દુઃખનો પહાડ

આ પણ વાંચો:અમેરિકામાં દીકરીની નજર સામે મહેસાણાના સુરેશ પટેલની હત્યા, લૂંટ બાદ બુકાનીધારીએ ગોળીઓ વરસાવી