Amreli News/ અમરેલીના મીઠાપુર ડુંગરીમાં 46 લોકોનું સફળ રેસ્ક્યુ

જિલ્લા કલેક્ટરની સૂચનાના આધારે તાત્કાલિક રેસ્ક્યુ (Rescue)ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું

Gujarat Others Breaking News
અમરેલી જિલ્લામાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે મીઠાપુર ડુંગરી વિસ્તારમાં ફસાયેલા 46 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ (Rescue)કરવામાં આવ્યું છે

Amreli News : અમરેલી જિલ્લામાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે મીઠાપુર ડુંગરી વિસ્તારમાં ફસાયેલા 46 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ (Rescue)કરવામાં આવ્યું છે. કાલથી ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ફાયર વિભાગ અને જિલ્લા તંત્રે સંયુક્ત રીતે દિલધડક બચાવ કામગીરી હાથ ધરી હતી.

જિલ્લા કલેક્ટરની સૂચનાના આધારે તાત્કાલિક રેસ્ક્યુ (Rescue)ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ફાયર ટીમે જોખમ વચ્ચે સતત પ્રયાસો કરીને તમામ લોકોને સલામત સ્થળે પહોંચાડ્યા હતા. સમગ્ર કામગીરી દરમિયાન બચાવ દળે અત્યંત સતર્કતા અને કુશળતાથી કામગીરી કરી હતી.

 

રેસ્ક્યુ (Rescue)ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલમાં જિલ્લામાં વરસાદ અને પૂરની સ્થિતિ પર જિલ્લા તંત્ર સતત નજર રાખી રહ્યું છે. નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરિયાત મુજબ બચાવ અને રાહત કામગીરી ચાલુ રાખવામાં આવી રહી છે. ભારે વરસાદને પગલે અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે જેથી કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરી શકાય.


આ પણ વાંચો : વડોદરામાં 100 વર્ષ જૂના મકાનની છત ધરાશાયી: કાટમાળ નીચે ફસાયેલા બે લોકોનું ફાયર બ્રિગેડે કર્યું રેસ્ક્યુ

આ પણ વાંચો : ઉદયપુરમાં ઝિપ લાઇન દરમિયાન ફસાયા ગુજરાતી પ્રવાસીઓ, રેસ્ક્યુ ટીમે બચાવ્યા

આ પણ વાંચો : દિલ્હીના માલવીય નગરની રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, 20નાં મોત; બેઝમેન્ટમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ