Bharuch News/ ભરૂચના દહેજની કેમિકલ કંપનીના રિએક્ટરમાં બ્લાસ્ટ થતાં બે કામદારોના મોત, એકની હાલત ગંભીર

આ દુર્ઘટના દરમિયાન સ્થળ પર હાજર અર્જુન પટેલ અને પ્રવિણ પરમાર નામના કામદારોનું મોત નીપજ્યું હતું

Gujarat

Bharuch News : ભરૂચના દહેજ ખાતે આવેલી એક શિવા ફાર્મા કેમ કંપનીમાં ગઈકાલે મોડી રાત્રે રિએક્ટર બ્લાસ્ટ થતાં દોડધામ મચી ગઈ હતી. દુર્ઘટનામાં 2 કામદારોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે એક કામદારને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

સમગ્ર ઘટનાને લઈને સેફ્ટી-હેલ્થ વિભાગ અને પોલીસની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.દહેજ સ્થિત SEZ-1માં આવેલી 11 વર્ષ જૂની શિવા ફાર્મા કેમ કંપનીમાં ગત રાત્રે લગભગ 2:40 વાગ્યની આસપાસ એસિડ ક્લોરાઈડ પ્લાન્ટમાં ઉત્પાદન દરમિયાન રિએક્ટરની કોલમમાં ઓવરપ્રેશર સર્જાયુ હતું.

જેમાં દબાણ વધતાં રિએક્ટર ફાટ્યું હતું. આ દુર્ઘટના દરમિયાન સ્થળ પર હાજર અર્જુન પટેલ અને પ્રવિણ પરમાર નામના કામદારોનું મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત શૈલેન્દ્રસિંહ નામના વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરા ડિવિઝનની કેટલીક ટ્રેનો રદ, આજે ખરાબ હવામાનને કારણે ટ્રેન રદ, ભારે વરસાદની આગાહીને લઇ ટ્રેનો રદ્દ કરાઇ, વડોદરા પેસેન્જર સ્પેશિયલ

આ પણ વાંચો: બિપોરજોય વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ, વાવાઝોડાને લઈ 76 ટ્રેન રદ, 33 ટ્રેનના રૂટ ટુંકાવી દેવાયા, કંડલા સહિતના બંદરો પર કામકાજ બંધ, અસરગ્રસ્ત

આ પણ વાંચો: રેલવે સ્ટેશને અપડાઉન કરનારને હાલાકી, વલસાડથી વડોદરા જતી લોકલ ટ્રેન બે દિવસ રદ, રેલવેનું કામ હોવાથી ટ્રેન રદ, નવસારીથી સુરત અપડાઉન કરતાં