Gondal News/ ગોંડલમાં પ્રસૂતિ દરમિયાન માતા-બાળકીનું મોત

આ ઘટનામાં Mother And Child બંનેના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે

Gujarat Others
આ ઘટનામાં માતા અને બાળકી (Mother And Child)બંનેના મોત (Die)નિપજ્યા હોવાનું સામે આવ્યું છે

Gondal News : ગોંડલ શહેરમાં આવેલી શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલમાં પ્રસૂતિ દરમિયાન બનેલી એક દુઃખદ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને રોષ ફેલાવ્યો છે. આ ઘટનામાં માતા અને બાળકી (Mother And Child)બંનેના મોત (Die)નિપજ્યા હોવાનું સામે આવ્યું છે.

પરિવારના ગંભીર આક્ષેપ

મૃતકના પરિવારજનોએ હોસ્પિટલ તંત્ર અને સ્ટાફ સામે ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા છે. તેમનું કહેવું છે કે યોગ્ય સારવાર અને સમયસરની દેખભાળના અભાવે આ દુર્ઘટના બની છે. ઘટનાને પગલે હોસ્પિટલ પરિસરમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો.

Mother And Child ના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલાયા

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવા જરૂરી પગલાં લીધા હતા. મામલાની ગંભીરતા ધ્યાનમાં રાખીને માતા અને બાળકીના  મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

તપાસની રાહ

હાલ પોલીસ મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ બહાર આવશે અને ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.

આ ઘટનાએ ગોંડલ(Gondal) પંથકમાં ભારે ચર્ચા જગાવી છે અને લોકોમાં તબીબી સેવાઓની ગુણવત્તા અંગે અનેક સવાલો ઉભા કર્યા છે.


આ પણ વાંચો : વડોદરાની સંજીવની હોસ્પિટલની બેદરકારીથી માતા-પુત્રના મોતના આક્ષેપ, પરિવારજનોમાં આક્રોશ

આ પણ વાંચો : ખ્યાતી હોસ્પિટલની બેદરકારીથી વધુ એક વ્યક્તિએ ગુમાવ્યો જીવ

આ પણ વાંચો : મુંબઈની KEM હોસ્પિટલની બેદરકારીનો વીડિયો આવ્યો સામે, પ્રિસ્ક્રીપ્શનથી કાગળની પ્લેટ બનાવી