Dahod News/ દાહોદમાં ડોક્ટરનો આપઘાત, મૃતદેહ ગરનાળામાંથી મળ્યો

ડોક્ટરે પોતાના હાથની નસો કાપી Suicide કર્યું હોવાની શક્યતા છે

Gujarat Others
દાહોદ શહેરમાંથી એક આઘાતજનક ઘટના સામે આવી છે. જેમાં એક ડોક્ટરે આપઘાત (Suicide))રી લીધો હતો

Dahod News : દાહોદ શહેરમાંથી એક આઘાતજનક ઘટના સામે આવી છે. જેમાં એક ડોક્ટરે આપઘાત (Suicide))રી લીધો હતો. છેલ્લા બે દિવસથી ગુમ થયેલા 25 વર્ષીય યુવા ડોક્ટર ભાર્ગવ ઉમેશભાઈ રોઝનો મૃતદેહ કાળી તળાઈ નજીક આવેલા ગરનાળામાંથી મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

ઘટનાની વિગત
મળતી માહિતી મુજબ, ડો. ભાર્ગવ રોઝ છેલ્લા બે દિવસથી ઘરેથી ગુમ હતા. પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા હતા, પરંતુ કોઈ માહિતી મળી ન હતી. આજે સવારે સ્થાનિકોએ કાળી તળાઈ નજીકના ગરનાળામાં એક મૃતદેહ જોતા પોલીસને જાણ કરી હતી. સ્થળ પર પહોંચી પોલીસે તપાસ કરતા મૃતદેહની ઓળખ ડો. ભાર્ગવ તરીકે થઈ હતી.

આત્મહત્યાની આશંકા
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ડોક્ટરે પોતાના હાથની નસો કાપી આત્મહત્યા(Suicide)કરી હોવાની શક્યતા છે. ઘટનાસ્થળ પરથી મળતી પરિસ્થિતિઓ મુજબ, વધારે લોહી વહેતા મોત થયું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ પગલું લેવા પાછળનું કારણ હજુ અકબંધ છે.

પોલીસ કાર્યવાહી
ઘટનાની જાણ થતાં જ દાહોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહને કબ્જે લઈને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે અને આ ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે. ડોક્ટરના અચાનક નિધનથી પરિવારમાં શોકનું માહોલ છવાઈ ગયો છે.


આ પણ વાંચો : પ્રેમપ્રકરણનો કરુણ અંત! સુરત કોઝવેમાં યુવતીનો આપઘાત, દીકરીના મોતના આઘાતમાં માતાને બ્રેઈન હેમરેજ

આ પણ વાંચો : રાજકોટ AIIMS આપઘાત કેસના પાંચ આરોપીઓ પોલીસ સંરક્ષણમાં MBBSના ફાઇનલ યરની પરીક્ષા આપવા ગયા

આ પણ વાંચો : ગાંધીધામ ભાજપ મંત્રીનો વ્યાજખોરોના ત્રાસથી આપઘાત, પત્નીએ 18 સામે નોંધાવી FIR