રાજયમાં આગના બનાવો સતત વધતા જોવા મળી રહ્યા છે. ક્યારેક એવી ગંભીર આગ લગતી હોય છે જેમાં લાખો કરોડોનું નુકશાન થતું હોય છે . તો કયારેક આગ જીવલેણ પણ સાબિત થતી હોય છે . ત્યારે રંગીલા એવા રાજકોટ માં ગઈકાલે જ ટાગોર રોડ પર આવેલા અતુલના શો રૂમમાં આગ લાગી હતી. જેમાં આગ ગ્રાઉન્ડ ફ્લોરમાં આગ લાગ્યા બાદ ઉપરના માળ સુધી પ્રસરી હતી. ફાયર ફાઈટરોએ કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગ ને ઓલવી હતી.:
શહેરમાં ભક્તિનગર સ્ટેશન પાસે આવેલા અતુલ મોટર્સના શોરૂમમાં રાત્રિના વિકરાળ આગ ભભુકી ઉઠી હતી. આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાકીદે અહીં પહોંચી ગઈ હતી. ગ્રાઉન્ડ ફ્લોરમાં આગ લાગ્યા બાદ તેની જ્વાળા ઉપરના માળ સુધી પ્રસરી હતી. ફાયરની ટીમે કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
આ પણ વાંચો ;ગુજરાત / કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના વારસદારોને સહાય ચૂકવવા આજથી ફોર્મ વિતરણ શરૂ કરાયું
શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હોવાનું આગની આ ઘટનામાં શોરૂમમાં આગળના ભાગે આવેલો ગ્લાસ તથા કોમ્પ્યુટર સહિત બળીને ખાખ થઇ જતા મોટાપાયે નુકસાન થયું હોવાનું અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. જોકે, સદભાગ્યે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
આગની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ ટાગોર રોડ પર ભક્તિનગર સ્ટેશન પાસે આવેલા અતુલ મોટર્સ શોરૂમમાં રાત્રિના 11:30 વાગ્યા આસપાસ આગ લાગી હતી ત્યારબાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા મુખ્ય ફાયર સ્ટેશનથી ફાયરબ્રિગેડનો સ્ટાફ બે ફાયર ફાઈટર સાથે તાકીદે અહીં પહોંચી ગયો હતો.શોરૂમના ગ્રાઉન્ડ ફ્લોરમાં આગ લાગ્યા બાદ ઉપરના માળ સુધી આ આગ પ્રસરી હતી. ફાયરના જવાનોએ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.રાત્રિના આગ લાગ્યા બાદ અહીં ખૂબ જ ધુમાડો હોય તેથી કોઇ તપાસ કરવામાં આવી ન હતી. આજે અહીં વસ્તુઓ ચકાસ્યા બાદ કેટલી નુકસાની થઈ છે તેનો અંદાજ આવશે.
આ પણ વાંચો ;Collage Namaz & Chalisa / કોલેજ કેમ્પસમાં નમાઝ પઢવાના મુદ્દે હંગામો, ABVPએ કોલેજમાં હનુમાન ચાલીસા વાંચી
