ગુજરાત/ કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના વારસદારોને સહાય ચૂકવવા આજથી ફોર્મ વિતરણ શરૂ કરાયું

કોરોનાથી મોત થયું છે કે કેમ? તેના માટે મૃત્યુ વિષયક ખાતરી સમિતિની રચના કરવામાં આવી છે.

Gujarat

સમગ્ર વિશ્વમાં  કોરોનાની બીજી લહેર ભયાનક જોવા મળી જતી.  જેમાં  લાખો લોકો કોરોના સંક્રમિત થતા મૃત્યુ પામ્યા  હતા. કોઈકના ઘરમાં તો મોભી જ મૃત્યુ પામ્યા હતા . જેમાં લીધે બીજા ઘરના સભ્યો નિરાધાર બની ગયા હોઈ તેવું   ઘણા લોકોના ઘરમાં બન્યું છે.  ત્યારે આ કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સહાય ચુકવવા સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા આદેશ બાદ કેન્દ્ર સરકાર દ્વારા 50 હજારની સહાય ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના ફોર્મનું આજથી વિતરણ કરવામાં આવી રહ્યું છે .

ભારત સરકારના પરિપત્રમાં કોવિડ-19થી મૃત્યુ પામેલા મૃતકના કુટુંબના સભ્યને મેડિકલ સર્ટિફિકેટ ઓફ કોર્સ ઓફ ડેથ ઇશ્યુ કરવા સંબંધે દિશન નિર્દેશો આપેલા છે. નામદાર સુપ્રિમ કોર્ટે 30મી જૂને આપેલા ચુકાદા અન્વયે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા 3 સપ્ટેમ્બર બહાર પાડવામાં આવેલી ગાઇડ લાઇનમાં પણ મુખ્ય રજીસ્ટ્રાર ને યોગ્ય કાર્યવાહી અર્થે મોકલી આપી હતી.

આ પણ વાંચો ;નિમણૂંક /  બનારસ હિન્દુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે ગાંધીનગર IITના ડાયરેકટર સુધીર જૈનની નિમણૂંક

જેમાં મહાનગરપાલિકા કક્ષાએ જન્મ-મરણ રજીસ્ટ્રાર અને મેડિકલ ઓફિસર, નગરપાલિકા કક્ષાએ જન્મ-મરણ રજીસ્ટ્રાર અને નગરપાલિકા મુખ્ય અધિકારી, ગ્રામ્ય કક્ષાએ જન્મ-મરણ રજીસ્ટ્રાર અને તલાટી-કમ-મંત્રી, કેન્ટોન્ટમેન્ટ બોર્ડ, અમદાવાદનો જન્મ-મરણ રજીસ્ટ્રાર અને મુખ્ય કારોબારી અધિકારી, ઔદ્યોગીક વિસ્તાર/સ્વતંત્ર વિસ્તારમાં જન્મ-મરણ રજીસ્ટ્રાર અને મુખ્ય અધિકારી જ્યારે જંગલ વિસ્તારમાં જન્મ-મરણ રજીસ્ટ્રાર અને રેન્જ ફોરેસ્ટ ઓફીસરે કાર્યવાહી કરવાની રહેશે.

જિલ્લા કક્ષાની સમિતિમાં અધિક નિવાસી કલેક્ટરના અધ્યક્ષસ્થાને રહેશે. મુખ્ય જિલ્લા તબીબી અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ચિકિત્સક અને સંલગ્ન મેડિકલ કોલેજના કોમ્યુનીટી મેડીસિન વિભાગના સભ્ય પ્રાધ્યાપક સભ્ય તરીકે રહેશે. આ સમિતિની કચેરી સબંધિત કલેક્ટર કચેરી ખાતે રહેશે.

મહાનગરપાલિકા વિસ્તાર માટેની સમિતિમાં અધ્યક્ષપદે નાયબ મ્યુનિસિપલ કમિશ્ર્નર (આરોગ્ય), મુખ્ય જિલ્લા તબીબી અધિકારી, આરોગ્ય અધિકારી, ચિકિત્સક અને સંલગ્ન મેડિકલ કોલેજના કોમ્યુનિટિ મેડિકલ વિભાગના પ્રાધ્યાપક સભ્ય તરીકે રહેશે. આ સમિતિની કચેરી સબંધિત મહાનગરપાલિકા ખાતે રહેશે.

આ પણ વાંચો ;પક્ષ પલટુઓ / ગોવામાં ભાજપને લાગશે ઝટકો, આ નેતા AAPમાં જોડાશે

જો મૃતકના કુટુંબના સભ્ય પાસે એમસીસીડી ઉપલબ્ધ ન હોય, સુપ્રિમ કોર્ટના નિર્દેશો અનુસારની પરિસ્થિતિઓમાં સમાવેશ થતો ન હોય અને એમસીસીડી દર્શાવેલ મરણના કારણ અંગે મૃતકના કુટુંબના સભ્યને સંતોષ ન હોય તથા મૃતકના કુટુંબનો સભ્ય કોવિડ-19 થી મૃત્યુ અંગેનો સત્તાવાર દસ્તાવેજ મેળવવા માંગતા હોય તો તેણે/તેણીએ આ સાથેના સામેલ પરિશિષ્ટ(3)માં જણાવ્યા મુજબના નમૂનામાં પોતાના રહેણાંક વિસ્તારના જીલ્લા કલેક્ટર સમક્ષ જરૂરી તમામ આધાર પુરાવા સહ અરજી કરવાની રહેશે.

આ સાથેના પરિશિષ્ટોના નમૂનાઓ સરળતા અને એકસૂત્રતા જળવાઇ રહે તે માટે તૈયાર કરેલાં છે. તેમાં સમાવેશ થતી તમામ વિગતો આવરી લઇને સાદા કાગળ ઉપર પણ અરજી કરી શકાશે