નવી દિલ્હી,
રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે ઇનિંગ્સ અને ૨૭૨ રને શાનદાર વિજય હાંસલ કર્યો હતો. ચાઈનામેન બોલર કુલદીપ યાદવની ગુગલીમાં કેરેબિયન ટીમ ફસાઈ ગઈ હતી અને આ સાથે જ ભારતે બે ટેસ્ટ મેચની શ્રેણીમાં ૧-૦ની લીડ હાંસલ કરી છે.
કુલદીપ યાદવ માટે વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ મેચ ખુબ મહત્વની હતી, કારણ કે ટેસ્ટ ક્રિકેટમાં આ પહેલો મૌકો છે, જયારે યાદવે પ્રથમવાર ૫ વિકેટ ઝડપી છે. આ સાથે જ કુલદીપ યાદવ ક્રિકેટના તમામ ફોર્મેટમાં ૫ વિકેટ ઝડપનાર બોલરોની યાદીમાં આવી ગયો છે.
https://twitter.com/BCCI/status/1048777441764827136
ચાઈનામેન બોલર યાદવની આ ઉપલબ્ધિ પર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા પણ ખાસ મૌકો આપવામાં આવ્યો છે. હકીકતમાં, કુલદીપ યાદવ પોતાની બોલિંગ પર પોતે જ કોમેન્ટ્રી કરી રહ્યો છે.
એક બાજુ જ્યાં મેચની ફૂટેજ લેપટોપમાં ચાલી રહી છે, બીજી બાજુ તે પોતાની બોલિંગ અંગે કોમેન્ટ્રી કરી રહ્યો છે. જો કે ત્યારબાદ BCCI દ્વારા પણ આ વીડિયોને પોતાના ઓફિશિયલ પેજ પર શેયર કર્યો છે.
