Japan/ વડાપ્રધાનના આવાસ પર પાર્ટી કરવી PMના પુત્રને પડી ભારે, મળી આ સજા

પીએમ ફુમિયો કિશિદાના મોટા પુત્ર શોટારોએ વડાપ્રધાનના નિવાસસ્થાને પાર્ટી કરવી પડી ભારે પડી છે. તેમણે એક્ઝિક્યુટિવ પોલિસી સેક્રેટરીના પદ પરથી રાજીનામું આપવું પડ્યું છે.

World Trending
વડાપ્રધાનના

જાપાનના પીએમ ફુમિયો કિશિદાના મોટા પુત્ર શોટારોએ વડાપ્રધાનના નિવાસસ્થાને પાર્ટી કરવી પડી ભારે પડી છે. તેમણે એક્ઝિક્યુટિવ પોલિસી સેક્રેટરીના પદ પરથી રાજીનામું આપવું પડ્યું છે. શોટારોએ વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાને મિત્રો સાથે પાર્ટી કરી હતી અને સાથે સાથે ફોટા ક્લિક પણ કર્યા હતા. આ માટે દેશભરમાં તેમની ટીકા થઈ હતી. આ જોઈને પિતા ફુમિયો કિશિદાએ પુત્ર પાસેથી રાજીનામું લઈ લીધું છે.

પાર્ટીની જે તસવીરો સામે આવી છે તેમાં વડાપ્રધાન કિશિદાના પુત્ર તેમના મિત્રો અને સંબંધીઓ સાથે પીએમના નિવાસસ્થાનના પગથિયાં પર રેડ કાર્પેટ પર પોઝ આપતા જોવા મળે છે. કેટલીક તસવીરોમાં તેઓ અને તેના મિત્રો રેડ કાર્પેટ પર સૂતા જોવા મળે છે. એક તસવીરમાં શોટારો પીએમ માટે આરક્ષિત સીટ પર ઊભેલા જોવા મળે છે.

તસવીરોમાં પીએમના નિવાસસ્થાનના પોડિયમ પર કેટલાક લોકો ઉભા રહીને એવું દેખાડવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જાણે તેઓ પ્રેસ કોન્ફરન્સમાં સવાલોના જવાબ આપી રહ્યા હોય. એક અહેવાલ મુજબ, કિશિદાએ કહ્યું કે વડાપ્રધાનના રાજકીય બાબતોના સચિવ તરીકે, તેમની લોકો પ્રત્યે જવાબદારી છે અને તેમનું કૃત્ય અયોગ્ય હતું. તેથી મેં તેમની પાસેથી આ જવાબદારી પરત લેવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો:એર્દોગન ફરી એકવાર તુર્કીના રાષ્ટ્રપતિ બન્યા,સતત 11મી વાર ચૂંટણી જીત્યા

આ પણ વાંચો:હાશ, અમેરિકા ડિફોલ્ટ નહીં થાય બાઇડેન અને રિપબ્લિકન યુએસ ડેટ સેલિંગ વધારવા સંમત

આ પણ વાંચો:અમેરિકી સમિતિની બાઈડન સરકાર પાસે માંગ, ભારતને નાટો પ્લસનો ભાગ બનાવવાની ભલામણ

આ પણ વાંચો:‘ઈમરાનની માનસિક સ્થિતિ સારી નથી, તે લે છે કોકેઈન’, મેડિકલ રિપોર્ટમાં ખુલાસો