મુંબઈ,
દેશની અગ્રણી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની એન્યુઅલ જનરલ મિટિંગ (AGM)નું મુંબઈ ખાતે યોજાઈ રહી છે. રિલાયન્સની ૪૧મી AGMને સંબોધતા કંપનીના ચેરમેન અને MD મુકેશ અંબાણીએ મોટા એલાન કર્યા છે. આ દરમિયાન રિલાયન્સ દ્વારા જીઓ ફોન બાદ હવે તેનું લેટેસ્ટ વર્જન JIO ૨ લોન્ચ કરવામાં આવ્યું છે. સાથે સાથે જીઓ એપ અને ફાઈબર બ્રોડબેન્ડ પણ લોન્ચ કરવામાં આવ્યું છે.
રિલાયન્સની ૪૧મી AGM દરમિયાન કરાયેલા મહત્વના એલાન :
Today, we are launching a brand new #JioPhone scheme, JioPhone “Monsoon Hungama”. Under this offer, by exchanging your old feature phone, you can get a brand new JioPhone for an effective entry price of just Rs 501: Mukesh Ambani at #RILAGM
— Reliance Industries Limited (@RIL_Updates) July 5, 2018
રિલાયન્સ દ્વારા લોન્ચ કરાયો JIO ૨ ફોન

JIO ૨ ફોનમાં – YouTube, Facebook અને WhatsApp જેવી સાઈટ્સ પર હશે ઉપલબ્ધ
JIO ૨ ફોનમાં હશે વોઈસ કોલિંગની સુવિધા
JIO ફોનનો મોન્સુન હંગામા ઓફર
આ પહેલા લોન્ચ કરાયેલા JIO ફોનમાં તમે એક્સચેન્જ કરીને નવો ફોન લઇ શકતા હતા અને એક્સચેન્જ માટે તમને ૫૦૦ રૂપિયા આપવાના હતા.
જો કે હવે JIOની ઈફેક્ટીવ પ્રાઈસ ૧૫૦૦ રૂપિયાથી ઘટીને ૫૦૦ રૂપિયા થઈ ગઈ છે.
આગામી ૧૫ ઓગષ્ટથી ૨,૯૯૯ રૂપિયામાં મળશે JIO ફોન ૨
#RILAGM https://t.co/oOmUZmUuuV
— Reliance Jio (@reliancejio) July 5, 2018
ગીગા ફાઈબર નેટવર્કનું પણ કરાયું એલાન
Jio has enabled Reliance to strategically reinvent itself as a Technology Platform Company. Digital platforms have become the new-age factories and service providers: Mukesh Ambani at #RILAGM
— Reliance Industries Limited (@RIL_Updates) July 5, 2018
JIO ગીગા રાઉટર, જિયો ગીગા ટીવી સેટ ટોપ બોક્સનું પણ થયું એલાન
જિયો TVમાં હવે વોઈસ કમાંડ પણ કામ કરશે. રિમોટમાં આપવામાં આવશે આ ઓપ્શન
TV કોલિંગ ફિચર્સનું પણ કરાયું એલાન
મુકેશ અંબાણીને ગણાવી JIOની ઉપલબ્ધિઓ :
ભારતમાં JIO ફોનના ૨.૫ કરોડથી વધુ યુઝર્સ છે.
૨૧૯ મિનિટ પ્રતિ દિન JIOના યુઝર્સ આ સિમનો ઉપયોગ કરે છે.
નેટવર્ક કનેક્ટિવિટી ઝડપથી આગળ વધી રહી છે.
અમે દેશની ૯૯ ટકા વસ્તીને કવર કરીશું, જ્યાં 4G કનેક્ટિવિટી હશે.
JIOના અત્યારસુધી ૨૧૫ મિલિયન યુઝર્સ છે.
ટેલિકોમ ઓથોરિટી TRAI દ્વારા JIOના ટેસ્ટ સ્પીડ ડેટાને ફાસ્ટેસ્ટ નેટવર્ક તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે.
આગામી કેટલાક વર્ષોમાં ટોપ-૫ ફિક્સ્ડ બ્રોડબેન્ડમાં ભારતને લાવવામાં આવશે.
JIO દ્વારા ફાઈબર કનેક્ટિવિટીમાં ૨૫૦૦ કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે.
હવે ફાઈબર કનેક્ટિવિટીને ૧૧૦૦ શહેરોમાં પહોચાડવામાં આવશે
RIL હવે હેલ્થકેર, એજ્યુકેશન, રિટેલ અને એગ્રીકલ્ચર સેક્ટરમાં પણ ઇન્વેસ્ટ કરશે.
