jaipur news/ જયપુર ટેન્કર બ્લાસ્ટ ગંભીર આગ દૂર્ઘટના, 34 લોકોથી ભરેલી બસ સળગી, 11 જીવતાં બળી ગયા

Rajasthan News ; જયપુરમાં હાઈ-વે પર શુક્રવારે સવારે દિલ્હી પબ્લિક સ્કૂલ પાસે LPG (BPCL) ટેન્કર અને ટ્રક વચ્ચેની ભયાનક અથડામણમાં 11 લોકો જીવતા દાઝી ગયા હતા. અકસ્માતમાં 35 લોકો દાઝી ગયા હતા. અકસ્માત બાદ ઘણાં લોકોને ગંભીર ઈઝાઓ થઈ છે,

India Top Stories

Rajasthan News : જયપુરમાં શુક્રવારે સવારે એક ભયાનક અકસ્માતે 2 કિલોમીટરના વિસ્તારને હચમચાવી નાખ્યો હતો. જયપુર-અજમેર હાઈવે પર એક ટ્રક સાથે અથડાયા બાદ એલપીજીથી ભરેલા ટેન્કરમાંથી 18 ટન ગેસમાં આગ લાગી અને એટલો જોરદાર વિસ્ફોટ થયો કે 200 મીટરનો વિસ્તાર આગનો ગોળો બની ગયો. જેમાં 11 લોકો જીવતા દાઝી ગયા હતા, જ્યારે 33 લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા. મૃત્યુઆંક હજુ વધી શકે છે.

ટેન્કરમાંથી ફાટી નીકળેલી આગમાં સ્લીપર બસ સહિત નજીકના 40 જેટલા વાહનોને લપેટમાં લીધા હતા. આ બસમાં 34 થી પણ વધારે લોકો સામેલ હતા. બસ એલપીજી(LPG) ટેન્કરની બરાબર પાછળ દોડી રહી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ફાયર બ્રિગેડે બપોર સુધી વાહનો અને આસપાસના વિસ્તારોમાં આગ ઓલવવાનું ચાલુ રાખ્યું હતું. આગ અને વિસ્ફોટની અસર 1 થી 2 કિલોમીટર સુધી અનુભવાઈ હતી. આગની જ્વાળાઓ 200 ફૂટ સુધી વધી હતી. મૃતકોના પરિવારજનોએ પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયા અને રાજ્ય સરકાર તરફથી 5-5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

બસના મુખ્ય દરવાજાને તાળું મારી દેવામાં આવ્યું હતું. જેના કારણે લોકોને બહાર નીકળવામાં વિલંબ થયો અને અનેક લોકોના મોત થયા. આ અકસ્માતમાં બસના ડ્રાઈવરને સૌથી પહેલા ઈજા થઈ હતી. સ્થળ પર 2 થી 3 કિલોમીટરના વિસ્તારમાં રોડ પર ઉભેલા તમામ વાહનો આગની લપેટમાં આવી ગયા હતા. આ પછી લગભગ એક કલાક સુધી વિસ્ફોટનો અવાજ સંભળાયો. લોકો પોતાના કપડા ઉતારીને ભાગ્યા હતા અને હવામાં ઝડપથી ફેલાતા ગેસના કારણે અકસ્માત ભયાનક બન્યો હતો. નજીકમાં રહેતા લોકોએ જણાવ્યું કે જ્યારે વિસ્ફોટ સાંભળીને તેઓ બહાર આવ્યા તો લોકો અહીં-તહીં દોડી આવ્યા હતા. ઘણા લોકો તેમના સળગતા કપડા ઉતારવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

ઘટનાસ્થળે પહોંચેલા પરિવારના સભ્ય મોહન લાલે કહ્યું, “મદદ કરવાનો પ્રયાસ કરતી વખતે ઘણા લોકો ગેસને કારણે બેભાન થઈ ગયા. આગ એટલી વિકરાળ હતી કે અમે દૂર જતા રહ્યા. ઘટનાસ્થળે શું થયું, અમને કંઈ જ ખબર ન હતી. મારો ભત્રીજો હરિલાલ પણ અકસ્માતમાં દાઝી ગયો હતો તેની સારવાર ચાલી રહી છે. અકસ્માત સ્થળથી લગભગ 400 મીટરની ત્રિજ્યામાં સેંકડો પક્ષીઓ બળીને ખાખ થઈ ગયા છે. રોડ કિનારે પાર્ક કરાયેલા 25થી વધુ વાહનો પણ સળગી ગયા છે. ફાઈર વિભાગની કર્મચારીઓ દ્વારા આગને કાબુમાં લઈને લોકોના જીવ બચાવવામાં આવી રહ્યા છે, આગની લપેટમાં આવનાર વ્યકિતઓમાં મોતનો આંકડો હજી વધી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જયપુરમાં ભયંકર આગ દુર્ઘટનામાં 5 લોકોના મોત નિપજયા, CM ભજનલાલ શર્માએ દુઃખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો

આ પણ વાંચો: દિલ્હી-જયપુર હાઈવે પર અકસ્માત, ટેન્કર અથડાયા બાદ કારમાં લાગી આગ, 4ના મોત

આ પણ વાંચો: જયપુરમાં બસમાં આગ લાગતા 28 મુસાફરોનો આબાદ બચાવ