Business News/ સોનું-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, એક જ દિવસમાં સોનું ₹1,833 અને ચાંદી ₹5,281 મોંઘી

વાયદા બજારમાં (Commodity Market)ગઈકાલે સોના અને ચાંદી બંનેના ભાવમાં (Gold Silver Price) મોટો ઘટાડો જોવા મળ્યો હતો

Top Stories Business
વાયદા બજારમાં સતત ઘટાડા બાદ સોના અને ચાંદીના ભાવમાં (Gold Silver Price) જોરદાર તેજી જોવા મળી છે

Business News : વાયદા બજારમાં સતત ઘટાડા બાદ સોના અને ચાંદીના ભાવમાં (Gold Silver Price) જોરદાર તેજી જોવા મળી છે. ગઈકાલે ભારે ઘટાડા સાથે નીચલા સ્તરે પહોંચ્યા બાદ આજે બંને કિંમતી ધાતુઓએ શાનદાર રિકવરી કરી છે. સોનાના ભાવમાં એક જ દિવસમાં ₹1,833નો ઉછાળો નોંધાયો છે, જ્યારે ચાંદી પણ ₹5,281 મોંઘી થઈ છે. બજારમાં ખરીદી વધતાં બંને ધાતુઓના ભાવ ઊંચા સ્તરે પહોંચ્યા છે.

ગઈકાલના ઘટાડા બાદ સોના-ચાંદીમાં રિકવરી 

વાયદા બજારમાં (Commodity Market)ગઈકાલે સોના અને ચાંદી બંનેના ભાવમાં (Gold Silver Price) મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સોનું એક સમયે ઘટીને ₹1,17,906ના સ્તરે પહોંચી ગયું હતું. જોકે, ત્યારબાદ ખરીદી વધતાં ભાવમાં રિકવરી જોવા મળી અને સોનું ₹1,21,137 પર બંધ થયું હતું.

ચાંદીની વાત કરીએ તો ગઈકાલના કારોબારમાં ચાંદીનો ભાવ ઘટીને ₹1,36,712 સુધી પહોંચ્યો હતો. જોકે, ત્યારબાદ તેમાં પણ તેજી જોવા મળી હતી અને દિવસના અંતે ચાંદી ₹1,42,517 પર બંધ રહી હતી.

આજે સોનાના ભાવમાં ₹1,833નો ઉછાળો

આજે સોનાના ભાવમાં (Gold Price Today)મજબૂત તેજી જોવા મળી છે. ગઈકાલે ₹1,21,137ના બંધ ભાવની સરખામણીએ આજે સોનું ₹1,22,740 પર ખુલ્યું હતું. દિવસ દરમિયાન ખરીદીનો માહોલ જળવાઈ રહેતાં સોનાએ ₹1,22,970ની ઊંચી સપાટી બનાવી હતી.

આજના કારોબારમાં સોનાનો નીચલો ભાવ (Gold Price Today)₹1,22,471 નોંધાયો હતો. આમ, ગઈકાલના બંધ ભાવની સરખામણીએ સોનામાં ₹1,833નો વધારો નોંધાયો છે. સતત ઘટાડા બાદ આવેલી આ તેજીએ બજારમાં ફરી હલચલ વધારી છે.

ચાંદીના ભાવમાં ₹5,281ની મોટી તેજી

સોનાની સાથે ચાંદીના ભાવમાં (Gold Silver Price) પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. ગઈકાલે ₹1,42,517 પર બંધ થયેલી ચાંદી આજે ₹1,45,800ના ભાવે (Silver Price Today)ખૂલી હતી. આ જ ભાવ આજના કારોબાર દરમિયાન ચાંદીનું નીચલું સ્તર પણ રહ્યો હતો.

ત્યારબાદ ચાંદીમાં ખરીદી વધતાં ભાવ ઝડપથી ઉપર ગયા હતા અને તેણે ₹1,47,798ની ઊંચી સપાટી સ્પર્શી હતી. આમ, ગઈકાલના બંધ ભાવની સરખામણીએ ચાંદીમાં એક જ દિવસમાં ₹5,281નો મોટો ઉછાળો નોંધાયો છે.

રોકાણકારોની નજર હવે સોના-ચાંદીના ભાવ પર

છેલ્લા બે દિવસના કારોબારમાં સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. ગઈકાલના ઘટાડા બાદ આજે બંને ધાતુઓમાં આવેલી તેજીએ વાયદા બજારનું ધ્યાન ખેંચ્યું છે. જોકે, કિંમતી ધાતુઓમાં આવી અસ્થિરતા વચ્ચે રોકાણકારો આગામી કારોબારી સત્રોમાં ભાવની ચાલ પર નજર રાખશે.


આ પણ વાંચો: સોના-ચાંદીના ભાવમાં ફરી ફેરફાર, જાણો અમદાવાદ સહિત દેશનાં મોટા શહેરોના નવા ભાવ

આ પણ વાંચો: સોના-ચાંદીના ભાવમાં ફરી ઘટાડો, 18K સોનું ₹1.05 લાખની નજીક; જાણો 24K અને 22Kના નવા ભાવ

આ પણ વાંચો:સોના-ચાંદીના ભાવમાં ફરી જોરદાર તેજી, ચાંદી ₹3,799 સુધી ઉછળી