ગુજરાત/ રાજ્યમાં સિનિયર તબીબોની હડતાળ રહેશે મોકૂફ, સરકારની સમજાવટ બાદ લેવાયો નિર્ણય

રાજ્યમાં સીનિયર તબીબોની હડતાળ મોકૂફ રાખવામાં આવી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથે સિનિયર તબીબોની બંધબારણે બેઠક મળી હતી.

Top Stories Gujarat Others
હડતાળ
  • રાજ્યમાં સિનિયર તબીબોની હડતાળ મોકૂફ
  • 15 દિવસ હડતાળ મોકૂફ રાખવાનો નિર્ણય
  • આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથે યોજાઈ બેઠક
  • રાજ્ય સરકારને 15 દિવસનું આપ્યું અલ્ટીમેટમ
  • માગ ન સંતોષાય તો ફરી હડતાળની ચીમકી

રાજ્યમાં સીનિયર તબીબોની હડતાળ મોકૂફ રાખવામાં આવી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથે સિનિયર તબીબોની બંધબારણે બેઠક મળી હતી. જેમાં સરકાર દ્વારા સમજાવટ તથા સકારાત્મક વલણને લઈ 26 ડિસેમ્બર સુધી હડતાળ મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો. સાથે જ પોતાની માંગણીઓ સંતોષવા સરકાને 15 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.આ સમયગાળા દરમિયાન તબીબોની માગ નહીં સંતોષાય તો 26 ડિસેમ્બર બાદ હડતાળ પર ઉતરવાની સિનિયર તબીબોએ ચીમકી ઉચ્ચારી છે.

આ પણ વાંચો :રાજકોટમાં 10 વર્ષની બાળકીએ કર્યો આપઘાત, જાણો શું છે કારણ

આજે પોતાની વિવિધ માંગણીઓ સાથે ડોક્ટરો તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ હતી. જેમાં આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલ પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠકમાં તબીબોની પડતર માંગણીઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકના અંતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ડોક્ટરો સાથેની બેઠક સકારાત્મક રહી છે. હડતાળ ચાલુ રહેશે કે નહીં? તેનો નિર્ણય ખુદ ડોક્ટરો જ કરશે. આમ હડતાળનો અંતિમ નિર્ણય ડોક્ટરો પર છોડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :ખાનગી સ્કૂલોના શિક્ષકોના હાલ- બેહાલ, લાંબા સમયથી પડતર પ્રશ્નોને લઈ ત્રાહિમામ

તબીબોની કાયમી ભરતી, બઢતી, પેન્શન યોજના,તબીબોની કાયમી ભરતી, બઢતી, પેન્શન યોજના, કરાર આધારિત ભરતી રદ સહિતના મુદ્દા સાથે રેસિડેન્ટ તબીબો બાદ સિનિયર તબીબો હડતાળ પર જવાના હતા પણ આરોગ્ય અગ્ર સચિવે સિનિયર ડૉક્ટર્સ સાથે ચર્ચા કરી આંદોલનની આગ શરૂ થયા તે પહેલા જ શાંત પાડી હતી. તબિબ એસો.એ બેઠક બાદ કહ્યું છે કે સરકાર સાથે બેઠક સકારાત્મક રહી છે. આવતીકાલથી સિનિયર તબિબો રાબેતા મુજબ સેવા આપશે, તેમણે વધુમાં કહ્યું છે કે આરોગ્ય વિભાગની અપીલ બાદ હડતાળ મૌકૂફ રાખી છે. તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે પડતર માગણીઓ મુદ્દે બેઠકમાં ચર્ચા થઈ છે, તબિબો સાથે એક મુદ્દા પર વિચારણા હાલ ચાલુ છે.

આ પણ વાંચો :સરખેજમાં જાનૈયાઓ DJના તાલે ઝૂમતા હતા અને અચાનક આખલાએ કર્યો હુમલો, જુઓ વીડિયો

આ પણ વાંચો :નિર્ણયનગરમાં અસામાજિક તત્વોનો આતંક, 40 થી વધુ કારના તોડ્યા કાચ