Not Set/ અંબાણીને પછાડી અદાણી બન્યા એશિયાના સૌથી મોટા ધનિક, જાણો કેવી રીતે…

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી એશિયાના સૌથી મોટા ધનિક બન્યા છે.એશિયામાં તેણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને પાછળ છોડી દીધા છે..

Top Stories India
અદાણી

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી એશિયાના સૌથી મોટા ધનિક બન્યા છે. Forbes’ Real Time Billionaire અનુસાર, અદાણીની નેટવર્થ $90.1 બિલિયન સુધી પહોંચી ગઈ છે અને તે વિશ્વના ધનિકોની યાદીમાં 10માં નંબર પર આવી ગયા છે. એશિયામાં તેણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને પાછળ છોડી દીધા છે. અંબાણીની કુલ સંપત્તિ હવે $90 બિલિયન છે.

આ પણ વાંચો:સિદ્ધુની ભવિષ્યવાણી, કોંગ્રેસ જ ઈચ્છ છે નબળું નેતૃત્વ….

Forbes’ Real Time Billionaireનાં અનુસાર, અદાણીની નેટવર્થ અંબાણી કરતાં $100 મિલિયન વધુ છે. અદાણીને 2008માં પ્રથમ વખત ફોર્બ્સની યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું. ત્યારે તેની નેટવર્થ $9.3 બિલિયન હતું. અદાણી ગ્રૂપની છ લિસ્ટેડ કંપનીઓ છે, જેમાંથી અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના શેરમાં છેલ્લા એક વર્ષમાં 77 ટકાનો વધારો થયો છે.

નેટવર્થ એક વર્ષમાં બમણી
ગયા વર્ષના એપ્રિલથી અદાણીની નેટવર્થ લગભગ બમણી થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન અંબાણીની નેટવર્થમાં માત્ર 6.5 ટકાનો વધારો થયો છે. રિલાયન્સનો શેર ગુરુવારે 1.47 ટકા ઘટ્યો હતો અને 2022માં 2.3 ટકા નીચે છે. અદાણીએ 1988માં કોમોડિટી એક્સપોર્ટર તરીકે બિઝનેસ શરૂ કર્યો હતો. આજે તેમનો ધંધો ઘણા વિસ્તારોમાં ફેલાઈ ગયો છે.

આ પણ વાંચો:CM યોગીએ ગોરખપુર બેઠક પરથી ભર્યું નાંમાકન, અમિત શાહ પણ હાજર…

આ પણ વાંચો:સરકાર ઈતિહાસને ફિલ્ટર કરવાનો પ્રયાસ કરી રહી છે : મહુઆ મોઇત્રા