ગુજરાતના વડોદરામાં એક યુવતીને તેના પતિની પેન ડ્રાઇવમાં એક મહિલાના આશરે 2000 હજાર ફોટા મળી આવતાં તે ચોંકી ઉઠી હતી. પેન ડ્રાઈવમાં પોતાના પતિ સાથે જે છોકરી છે, તેણે પોતાના દીકરાના જન્મદિવસ પર ચાંદીની લકી ભેટમાં આપી હતી.ત્યાર હતી જ તેણી ને તે યુવતિ પર શંકા તો હતી જ.
જ્યારે પત્નીએ આ વિશે પતિ સાથે વાત કરી ત્યારે તે ગુસ્સે થયો, તેણે પત્નીને જોરદાર થપ્પડ મારી. આના આધારે પત્નીએ પોલીસમાં તેની વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે, અહેવાલ છે કે શહેરના ચંપાનેર ગેટ પાસે રહેતી 35 વર્ષીય નિશાના લગ્ન વર્ષ 2011 માં દક્ષેશ ભાવસાર સાથે થયા હતા. લગ્નના ત્રણ વર્ષ પછી પુત્રનો જન્મ થયો.
એપ્રિલમાં પુત્રના જન્મદિવસ પર કોઈ ઇવેન્ટ નહોતી, છતાં એક યુવતીએ તેને ચાંદીની લકી ગિફ્ટ કર્યું. આનાથી તેની શંકા મજબૂત બની હતી. તેણે પતિને પૂછ્યું, તો પછી પતિએ કહ્યું કે તે યુવતીના સંબંધોમાં તેની ફઈ થાય છે. ત્યારબાદ પત્નીએ પતિનો મોબાઈલ ચેક કર્યો, તો તે યુવતીનો નંબર કોઈ “લવલી પત્ની” ના નામથી સેવ બતાવતો હતો. બંને વચ્ચે ફોન અને વીડિયો કોલ દ્વારા વાતચીત હોવાના પુરાવા પણ મળ્યા હતા. પતિ દક્ષેશ કંપનીના કામથી મુંબઇ ગયો હતો, ત્યારે પત્નીએ લોકરની તલાશી લેતાં તેને પેન ડ્રાઇવ મળી. તેમાં 2 થી 3 હજાર જેટલા પતિ અને આ યુવતીના અશિષ્ટ ફોટા અને વીડિયો મળી આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
