સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઉચ્ચ સુરક્ષા એજન્સીઓ, અર્ધલશ્કરી અધિકારીઓ, પોલીસ વડાઓ અને અન્ય મહત્વના લોકો સાથે બેઠક યોજી રહ્યા છે. બેઠકનો મુખ્ય ઉદ્દેશ દેશની આંતરિક સુરક્ષા અને જમ્મુ -કાશ્મીરમાં વધતા આતંકવાદી હુમલા છે.
સૂત્રો એમ પણ કહે છે કે ગૃહમંત્રી અમિત શાહ તાજેતરમાં જમ્મુ -કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાઓથી ચિંતિત છે. અમિત શાહ આજે ઉચ્ચ સુરક્ષા એજન્સીઓ, અર્ધલશ્કરી દળો, પોલીસ વડાઓ અને વરિષ્ઠ આર્મી અધિકારીઓ સાથે બેઠક યોજી રહ્યા છે. બેઠકમાં દેશની આંતરિક સુરક્ષા અને જમ્મુ -કાશ્મીરમાં શાંતિ અંગે મહત્વની ચર્ચા થઈ શકે છે. જમ્મુ -કાશ્મીરમાં આતંકીઓ દ્વારા અત્યાર સુધીમાં 11 લોકોની હત્યા કરવામાં આવી છે. જેના કારણે ખીણમાં ભયનો માહોલ છે. બિન-કાશ્મીરીઓ સલામત સ્થળે સ્થળાંતર કરી રહ્યા છે.
એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે આ દર્શાવે છે કે આતંકવાદીઓ અન્ય રાજ્યોના લોકોને કાશ્મીરમાંથી ભગાડવા માંગે છે. કાલે કાશ્મીર ખીણના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓએ બિહારના બે લોકોને ઠાર કર્યા હતા. ઉત્તર પ્રદેશના એક યુવકની હત્યા કરવામાં આવી હતી. જોકે, સુરક્ષા દળોએ ઘાટીમાં આતંકવાદ વિરોધી કામગીરી પણ તેજ કરી છે. છેલ્લા એક સપ્તાહમાં 13 આતંકીઓ માર્યા ગયા છે.
કેવડીયા / સલામતીનો પૂરતો બંદોબસ્ત રાખી SOU પ્રવાસીઓ માટે ખુલ્લું રખાશે
19 વર્ષે ન્યાય / રણજીત સિંહ હત્યા કેસમાં ગુરમીત રામ રહીમને આજીવન કેદની સજા
