Lifestyle: જન્માષ્ટમી કે નંદ મહોત્સવના દિવસે તમે તમારા ઘરના આંગણ, મંદિર પરિસર વગેરે જગ્યાએ રંગોળી (Janmashtami Rangoli) બનાવવાનું વિચારી રહ્યાં હો તો અહિં તમારા માટે કેટલાક આઇડિયા લઈને આવ્યા છીએ. અહિં અતંયંત સુંદર રંગોળીની ડિઝાઇનો તમારા માટે પસંદ કરીને લાવ્યા છીએ. હાલ ભારતભરમાં તમામ ઘરોથી માંડીને મંદિરો (Mandir) સુધી કનૈયાના જન્મોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ સંજોગોમાં આ આઇડિયા તમારી મદદ કરી શકે એમ છે.
જન્માષ્ટમી રંગોળી ડિઝાઈનો (Janmashtami Rangoli Designs)
બાળ ગોપાળ (Lord Krishna) માટે સુંદર હિંડોળો સજાવવામાં આવે છે અને ફૂલો કે લાઈટિંગ વડે કાન્હાનો અને પરિસરનો શણગાર કરવામાં આવે છે. આ વર્ષે તમે કંઈક વિશેષ કરી શકો છો. કનૈયાના જીવન સાથે જોડાયેલી અભિન્ન વસ્તુઓ જેમ કે, મટકી, મોરલી, મોરપંખ (Pot, Flute, peacock feather) વગેરેનો ઉપયોગ કરીને તમે રંગોળી સજાવી શકો છો. એને વધુ સુંદર બનાવવા માટે એમાં ફૂલો (Flowers) અને નાની સજાવટની વિવિધ વસ્તુઓ પણ મૂકી શકો છો.
તમારા આંગણે સજાવવા માટે અહિં દર્શાવેલી ડિઝાઈનો (Janmashtami Rangoli Designs) પૈકી કોઈ એક પસંદ કરી શકો છો. તમે તુલસી માતા, દીવો (Tulsi, Lamp) વગેરે પણ ઉમેરી શકો છો. રંગોળી કોઈ પણ હોય પણ એ મોરલી અને મોરપંખ વિના અધૂરી જ લાગશે!

કનૈયાની બાળ લીલાઓના લીધે એને માખણચોર પણ કહેવામાં આવતો હતો. આ જન્માષ્ટમીએ તમે માખણથી ભરેલી મટકી રંગોળીમાં બનાવી શકો છો.
જો તમારા આંગણે ઘણી જગ્યા ન હોય તો દરવાજાની નજીક કે પછી મંદિર પાસે મોરલી અને મોરપંખની આકૃતિ બનાવી શકો છો.

શ્રી કૃષ્ણ ઝુલતા હોય એવી સુંદર રંગોળી પણ તમે બનાવી શકો છો અને કૃષ્ણ રાધા (Krishna Radha)ની મોરલી સહિતની રંગોળી ડિઝાઈન પણ સુંદર લાગશે.

શ્રી કૃષ્ણના ચક્ર, બંસરી, મોરપંખ અને મટકી પૈકી કોઈ પણ આકૃતિ દર્શાવીને તમે ઉપર દર્શાવેલી અદ્ભૂત ડિઝાઇન વાળી રંગોળી બનાવી શકો છો.
જો ઓછી જગ્યામાં કંઈક અલગ બનાવવા માગતા હો તો રંગબિરંગી ચમકીલા રંગો કે ફૂલોથી મોરપંખની ડિઝાઇન પણ રંગોળીમાં સજાવી શકો છો.
આ પણ વાંચો: જન્માષ્ટમીએ બનાવો ધાણાની પંજરી…પૌષ્ટિક અને સ્વાદિષ્ટ એવી સરળ પ્રસાદની રેસિપી…
આ પણ વાંચો: કેવળ 1 ગ્લાસ દૂધ અને તાજા નાળિયેરની હલવાઈ સ્ટાઇલ મીઠાઈ બનાવો…વ્રત માટે પરફેક્ટ રેસિપી…
