Lifestyle/ નાસ્તામાં કશુંક હૅલ્ધી ખાવું છે તો બનાવો આ મૂંગલેટ, વજન ફટાફટ થશે ઓછું! જાણો આ રેસિપી…

સવારનો નાસ્તો હંમેશાં હૅલ્ધી અને પેટ ભરાય એવો હોવો જોઇએ, જેથી એનર્જી મળી રહે. આ માટે કુદરતે એક વરદાન સ્વરુપ વસ્તુ પ્રદાન કરી છે જે છે મગ…!

Trending Food Health & Fitness Lifestyle

Lifestyle: સ્વાદ અને સ્વાસ્થ્યથી ભરપૂર એવી આ વાનગી જે લોકો વેઇટ લૉસ જર્ની (Weight Loss Journey)માં જોડાયેલા છે એમના માટે અત્યંત ફાયદાકારક સિદ્ધ થશે.

સવારનો નાસ્તો હંમેશાં હૅલ્ધી અને પેટ ભરાય એવો હોવો જોઇએ, જેથી એનર્જી મળી રહે. આ માટે કુદરતે એક વરદાન સ્વરુપ વસ્તુ પ્રદાન કરી છે જે છે મગ (Moong)…!

કહેવત છે ને કે, જે ખાય મગ એના ચાલે પગ…! મગ અત્યંત પૌષ્ટિક (Nutritious) હોય છે અને એમાંથી બનતી મૂંગલેટ (Moonglet ) પણ ટેસ્ટી અને હૅલ્ધી (Tasty & Healthy) હોય છે કારણ કે, એમાં મગ દાળ (Mug Dal) અને શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે. વળી, જે લોકો વજન ઝડપથી ઓછું કરવા માગે છે એમણે પણ આ રેસિપીને પોતાના રેગ્યુલર ડાયેટમાં અવશ્ય સામેલ કરવી જોઇએ. તો જોઇએ મૂંગલેટ બનાવવા માટેની સામગ્રી અને એની રેસીપી (Recipe)…

શી રીતે બનાવશો મૂંગલેટ?

મૂંગલેટ બનાવવા માટે તમારે આટલી સામગ્રી (Ingredients)ની જરુર પડશે.

સામગ્રી

1 કપ મગની દાળ

1 મોટો ચમચો ચોખાનો લોટ

1 ઇંચ આદુનો ટુકડો

1/2 ચમચી આખુ જીરું

સ્વાદાનુસાર મીઠું

2 ચપટી હીંગ

1/2 ઝીણી સમારેલી ડુંગળી

1/2 ઝીણું સમારેલું કેપ્સિકમ

1/2 ઝીણું સમારેલું ગાજર

2 ચમચી સ્વીટ કોર્ન

2 સમારેલા લીલા મરચાં

ઝીણી સમારેલી કોથમીર

1 ચમચી ઇનો ફ્રુટ સોલ્ટ

1 ચમચી માખણ

1 ચમચી તેલ

મૂંગલેટ બનાવવાની વિધિ

1. સૌપ્રથમ મગ દાળને 4 થી 5 કલાક માટે પલાળી દો. ત્યારબાદ એને મિક્સર જારમાં પાણીમાંથી કાઢીને તદ્દન બારીક ક્રશ કરી લો. એમાં પીસતી વખતે એક આદુનો ટુકડો (Ginger) નાખી દેવો, એની ફ્લૅવર (Flavor) મસ્ત આવે છે.

2. આ પેસ્ટને એક મોટા બાઉલમાં નાખીને એમાં એક મોટો ચમચો ચોખાનો લોટ (Rice Flour)મિક્સ કરી લેવો. એનાથી મૂંગલેટ ક્રિસ્પી (Crispy) બને છે. હવે 5 મિનિટ સુધી એને સારી રીતે ફેંટવું.

3. હવે એમાં સમારેલી મનપસંદ શાકભાજી (Vegetables) જેવી કે ગાજર, સ્વીટકોર્ન, ડુંગળી અને કેપ્સીકમ ઉમેરી દો. ત્યાર બાદ, મિશ્રણને એક વાર ફરીથી ફેંટી લેવું.

4. હવે એમાં મસાલા કરી લો. સહેજ હળદર, જીરું, સમારેલા લીલા મરચાં, 2 ચપટી હીંગ અને સ્વાદાનુસાર મીઠું (Salt) નાખીને સારી રીતે હલાવી લો. હવે એમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરી ફરીથી મિક્સ કરી લો.

5. અંતે એમાં 1 ચમચી ઈનો ફ્રુટ સૉલ્ટ (Eno) નાખો અને બૅટરને સારી રીતે એક જ દિશામાં હલાવી લો. 10 મિનિટ માટે એને રેસ્ટ આપો.

6. હવે એક નૉન-સ્ટિક પૅનમાં થોડું બટર (Butter) નાખીને ફેલાવો અને બૅટરને પુડલા જેવું ફેલાવી લો.

7. આ મૂંગલેટને મધ્યમ તાપે પકાવી લો અને સોનેરી રંગ આવે ત્યાં સુધી ઢાંકીને થવા દો. આ એકદમ ફ્લફી (Fluffy) બને છે એટલે બંને તરફ સારી રીતે શેકવી જોઇએ.

8. હવે આ મૂંગલેટને ગરમાગરમ સર્વ કરો અને એનો આનંદ લો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડાપ્રધાન મોદી આ સુપર ફૂડને વર્ષમાં 300 દિવસ ખાય છે! એ છે પોષણનો ખજાનો, ‘મખાના’..!

આ પણ વાંચો:રાજમા-રાઇસ ખાઇને બોર થઇ ગયા? તો પ્રસ્તુત છે રાજમા પરોઠાની અફલાતૂન રેસિપી…