Beauty Tips: ખીલ અને એના જીદ્દી ડાઘા અને ધબ્બા ચહેરાની સુંદરતાને બગાડે છે. તમે રસોડામાં હાજર વસ્તુઓથી જ હોમમેડ ફેસ પૅક (Homemade Pimple Free Face Pack) બનાવીને તમારી ત્વચાને ડાઘા વિનાની અને નિખારયુક્ત બનાવી શકો છો.
બદલાતી ઋતુ, પ્રદૂષણ, અયોગ્ય ખાણી-પીણી અને હોર્મોનલ પરિવર્તનોના કારણો ત્વચામાં એક્ટ્રા ઓઇલ બનવા લાગે છે, જે પોર્સને બંધ કરીને એક્નેનું કારણ બને છે. ખીલથી રાહત મેળવવા માટે લોકો મોટાભાગે માર્કેટમાં મળતા કેમિકલ પ્રોડક્ટ (Chemical Products)નો ઉપયોગ કરતા હોય છે. પરંતુ તમે ઘરે જ એવો ફેસ પૅક (Pimple Free Face Pack) બનાવીને સરળતાપૂર્વક ખીલથી છૂટકારો મેળવી શકો છે. આ સંજોગોમાં તમે રસોડામાં હાજર વસ્તુઓથી જ હોમમેડ ફેસ પૅક બનાવીને તમારી ત્વચાને ડાઘા વિનાની અને નિખારયુક્ત બનાવી શકો છો.

ખાસ કરીને, તૈલીય ત્વચા અર્થાત્ ઓઇલી સ્કિન (Oily Skin)વાળી વ્યક્તિઓ માટે સ્કિન કેર રુટિન નિર્ધારીત કરવું કઠિન જણાય છે કારણકે, ખોટી પ્રોડક્ટ એમની ત્વચાને વધુ ઓઇલી, ચીકણી અથવા ખીલ (Sticky Skin & Pimples)ની સમસ્યાયુક્ત બનાવી શકે છે. આ સંજોગોમાં એવા ફેસ પેક પસંદ કરવા જરુરી છે જે ત્વચાનું વધારાનું ઓઇલ કંટ્રોલ કરવા ઉપરાંત એને ડ્રાય પણ ન બનાવી દે!
કોઈ ખાસ પ્રસંગ, તહેવાર કે લગ્નપ્રસંગ પહેલાં જ ચહેરા પર અચાનક ખીલ કે ડાઘ-ધબ્બા દેખાવા લાગે ત્યારે દેખાવ બગડવાની ચિંતા વધી જાય છે. કેમિકલયુક્ત પ્રોડક્ટ્સને બદલે કુદરતી ફેસ પૅકનો ઉપયોગ કરવો ત્વચા માટે સુરક્ષિત (SkinCare )અને ઝડપી પરિણામ આપનાર સાબિત થાય છે. આયુર્વેદમાં જણાવેલા કેટલાક એન્ટીબેક્ટેરિયલ અને ઔષધીય વસ્તુઓ ત્વચાના બેક્ટેરિયાનો નાશ કરીને ખીલ (Pimple Care )અને સોજાને કુદરતી રીતે શમાવે છે.
આ હોમમેડ ફેસ પૅક નો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી ત્વચાના મૃત કોષો દૂર થાય છે અને ચહેરા પર ત્વરિત કુદરતી ચમક પાછી આવે છે.
શી રીતે બનાવશો ઘરગથ્થુ એક્ને ફ્રી ફેસ પેક? (Homemade Pimple Free Face Pack)
તમે ઘરે જ એવા 3 પ્રકારના ફેસ પૅક (Pimple Free Face Pack) બનાવીને સરળતાપૂર્વક ખીલથી છૂટકારો મેળવી શકો છે.

1. લીમડા અને હળદરનો ડિટૉક્સ ફેસ પૅક (Neem and turmeric Detox Face Pack)
લીમડામાં પ્રચૂર માત્રામાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણો જોવા મળે છે જે એકને પેદા કરનારા બેક્ટેરિયાનો નાશ કરે છે. Pimple Free Face Pack બનાવવા માટે લીમડાના પાનને ધોઈને પાણી મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લો. એમાં હળદર અને ગુલાબજળ મિક્સ કરો. આ પેસ્ટને સ્વચ્છ ચહેરા અને ખીલ વાળી જગ્યાઓ પર લગાવી દો. એને 15 મિનિટ સુધી રહેવા દો. જ્યારે એ સુકાઇ જાય એટલે ધોઈ લો. અઠવાડિયામાં 2-3 વાર એનો ઉપયોગ કરો.
2. બેસન, દહીં અને ટી ટ્રી ઓઇલ પૅક (Gram flour, Curd and Tea tree oil pack)
બેસન ત્વચાના એક્સ્ટ્રા ઓઇલને શોષે છે અને ડિપ ક્લીંઝીંગ કરે છે. જ્યારે દહીંમાં હાજર લેક્ટિક એસિડ ત્વચાને હળવી એક્સફોલિએટ કરે છે. ટી ટ્રી ઓઇલ બેક્ટેરિયા (Bacteria) પર સીધો જ હુમલો કરે છે. Pimple Free Face Pack બનાવવા માટે એક વાડકીમાં બેસન અને દહીં મિક્સ કરીને સ્મૂધ પેસ્ટ બનાવો. એમાં ટી ટ્રી ઓઇલના ટીપાં ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. ચહેરા પર આ મિશ્રણ બનાવીને 15-20 મિનિટ સુધી રહેવા દો. ત્યાર બાદ હળવા હાથે મસાજ કરીને સ્વચ્છ પાણીથી ધોઈ લેવું.
3. એલોવેરા અને મુલતાની માટીનો કૂલિંગ પૅક (Aloe Vera and Multani Mitti Cooling Pack)
મુલતાની માટી ત્વચામાંથી એક્સ્ટ્રા સીબમ (Sebum)ને દૂર કરે છે અને પોર્સની સફાઈ કરે છે. એલોવેરા જૅલ પિંપલ્સની બળતરા અને સોજા (Swelling)માં તરત જ રાહત પહોંચાડે છે. Pimple Free Face Pack બનાવવા માટે તમામ સામગ્રીને મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરવી. જો મિશ્રણ ઘટ્ટ લાગે તો થોડું ગુલાબ જળ મિક્સ કરી લેવું. એને ચહેરા પર લગાવવું અને સૂકાય પછી નવશેકા પાણીથી મોં ધોઈ લેવું.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો: ચહેરા પર અચાનક ઉપસી આવેલા ખીલથી છો પરેશાન? નેચરલ ગ્લો માટે અજમાવો આ 3 અસરકારક પાંદડાં
આ પણ વાંચો: ઓઇલી સ્કિન વાળી વ્યક્તિનું સ્કિન કેર રુટિન કેવું હોવું જોઇએ? એક્સપર્ટે જણાવી સચોટ રીત…
આ પણ વાંચો: સ્કિન કેરમાં દહીં કેમ ફાયદાકારક છે? એક્સપર્ટ પાસેથી જાણો ત્વચા માટે એના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય વિધિ…
