Beauty Tips: દહીંના ઉપયોગથી કેટલાક ફેસ માસ્ક (Curd Face Mask) બનાવવામાં આવે છે. સ્કિન સ્પેશ્યાલિસ્ટ તબીબના મતે, દહીંમાં હાજર લેક્ટિક એસિડ ત્વચાને એક્સફોલિએટ કરવાની સાથોસાથ એને મુલાયમ અને હાઈડ્રેટેડ રાખવામાં પણ મદદ કરે છે.
સ્કિન કેરમાં દહીંનો ઉપયોગ (Curd in Skin Care) ત્વચાને મુલાયમ અને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. જો કે, આનો યોગ્ય ઉપયોગ અને ત્વચાની જરુરિયાતના હિસાબે એને વાપરવું ઉચિત છે. એક્સપર્ટ પાસેથી જાણીએ દહીંના ફાયદા અને ઉપયોગની યોગ્ય પદ્ધતિ…
ઘરગથ્થુ નુસખાઓથી ત્વચાની સંભાળ રાખવી ઘણી પ્રાચીન અને સરળ પરંપરા છે. ખાસ કરીને દહીંના ઉપયોગથી કેટલાક ફેસ માસ્ક (Curd Face Mask) બનાવવામાં આવે છે. સ્કિન સ્પેશ્યાલિસ્ટ તબીબના મતે, દહીંમાં હાજર લેક્ટિક એસિડ ત્વચાને એક્સફોલિએટ (Exfoliate by Lactic Acid) કરવાની સાથોસાથ એને મુલાયમ અને હાઈડ્રેટેડ રાખવામાં પણ મદદ કરે છે. કેટલાક રિસર્ચમાં પણ દહીંનો ઉપયોગથી ત્વચાની કુમાશ, ચમક અને લચીલાપનમાં સુધારો જોવા મળ્યો છે. જો કે, જો કે, આનો યોગ્ય ઉપયોગ અને ત્વચાની જરુરિયાતના હિસાબે એને વાપરવું ઉચિત છે. તો ચાલો જાણીએ ચહેરા પર દહીંનો ઉપયોગ કઇ-કઇ પદ્ધતિઓથી કરવામાં આવે છે?
દહીંના ઉપયોગથી બનતા કેટલાક ફેસ માસ્ક (Curd Face Mask)
ઘરગથ્થુ નુસખાઓથી ત્વચાની સંભાળ રાખવી ઘણી પ્રાચીન અને સરળ પરંપરા છે. ખાસ કરીને દહીંના ઉપયોગથી કેટલાક ફેસ માસ્ક (Curd Face Mask) બનાવવામાં આવે છે. એ પૈકી 3 ફેસ માસ્ક બનાવવાનું જોઇશું.

1. દહીં અને ખીરા કાકડીનો માસ્ક (Curd and Cucumber Mask)
ખીરાને છીણીને એમાં દહીં મિક્સ કરવું અને ચહેરા પર સારી રીતે જાડા લૅયરમાં લગાવવું. આ માસ્ક ત્વચાને ઠંડક અને ભીનાશ પ્રદાન કરે છે. 15-20 મિનિટ બાદ એને પાણી વડે ધોઇ લેવો.

2. દહીં અને હળદરનો માસ્ક (Curd and Turmeric Mask)
એક વાડકીમાં દહીં લઈને એમાં અડધી ચમચી હળદર મિક્સ કરી લો. આને ફેંટીને એક પાતળી પેસ્ટ તૈયાર કરો. આ માસ્કને ચહેરા અને ગરદન પર લગાવી લો. 15 મિનિટ બાદ એને પાણી વડે ધોઇ લેવો. હળદરમાં હાજર યૌગિક ત્વચાની સંભાળ લેવામાં મદદ કરે છે.

3. દહીં અને પપૈયાનો માસ્ક (Curd and Papaya Mask)
પાકા પપૈયાને સારી રીતે મૅશ કરીને એમાં દહીં મિક્સ કરવું અને ઘટ્ટ પેસ્ટ તૈયાર કરવી. એને ચહેરા પર સમાન રીતે લગાવવી અને 15 મિનિટ બાદ ચહેરો ધોઈ લેવો. પપૈયામાં હાજર એન્ઝાઈમ્સ ત્વચાની મૃત ત્વચાને દૂર કરવામાં મદદ કરી શકે છે. દહીં અથવા કોઈ પણ ઘરગથ્થું ફેસ માસ્કને પ્રથમ વાર જ ઉપયોગમાં લેતા પહેલા પૅચ ટેસ્ટ અવશ્ય કરવો. બળતરા, લાલાશ અથવા ખંજવાળ થાય તો વપરાશ બંધ કરી દેવો.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો: સંતરાની છાલથી બનાવો ઘરગથ્થુ ફેસપેક…એને લગાવવાથી વધી જશે તમારી ત્વચાનો નિખાર..!
આ પણ વાંચો: હળદરનો ફેસપૅક ત્વચાને બનાવશે ગ્લોઇંગ…માત્ર 3 વસ્તુઓથી બની જશે!
આ પણ વાંચો: ગરમીમાં ચહેરાને તરત જ મળશે ઠંડક…હળદરના આઇસ ક્યૂબ્સ બનાવવાની સહેલી રીત..!
