Beauty Tips: સ્કિન કેર રુટીનની શરુઆત ફેસ વૉશ (Face Wash)થી થાય છે પરંતુ ચહેરાને સ્વચ્છ કરતી સમયે કરવામાં આવેલી નાની-નાની ભૂલો તમારી ત્વચા (Skin) માટે સમસ્યાઓ સર્જી શકે છે. સ્કિન સ્પેશ્યાલિસ્ટ તબીબના મતે, ફેસ વૉશ કરતી વખતે કેટલીક આવશ્યક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી સ્કિનની કુદરતી કુમાશ (Skin Moisture) જળવાઈ રહે અને ચહેરો પણ સ્વચ્છ અને હૅલ્ધી રહે!
ફેસ વૉશ કરતી વખતે કઇ ભૂલો ન કરવી? (Face Wash Mistakes)
વૉશ કરતી વખતે કેટલીક આવશ્યક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
1. વધુપડતો વપરાશ
ચહેરાનો વધારે સ્વચ્છ કરવાના ચક્કરમાં વારે-વારે ફેસ વૉશ વાપરવો યોગ્ય નથી. એમ કરવાથી સ્કિનનું કુદરતી ઓઈલ (Skin Natural Oil) લેયર પ્રભાવિત થઇ શકે છે. એના પરિણામે, ડ્રાયનેસ, બળતરા અથવા તો ઈરિટેશનની સમસ્યા થઈ શકે છે.
2. ઓછા ફેસ વૉશનો વપરાશ
ઘણી જ ઓછી માત્રામાં ફેસ વૉશ લેવાથી ચહેરા પર હાજર ઓઇલ, પરસેવો, ધૂળ અને ગંદકી સારી રીતે સાફ થતી નથી…જો કે, એનો અર્થ એ નથી કે વધુપડતો ફેસ વૉશ લેવો! હથેળીમાં પૂરતી માત્રામાં લઇને હળવા હાથે આખા ચહેરાને સાફ કરવો અને પછી પાણીથી સારી રીતે ધોઈ લેવો.

3. ફેસને વધારે ઘસવો
ફેસ વૉશને આંગળીઓની મદદથી હળવા હાથે સર્ક્યુલર મોશનમાં લગાવવો અને ચહેરો ધોઈને નેપ્કીનથી હળવેથી લૂછી લેવો. સ્ક્રબની જેમ ચહેરા પર ફેસવૉશને જોર-જોરથી ઘસવાથી ઇરિટેશન થઈ શકે છે ખાસ કરીને, ખીલયુક્ત અથવા તો સેન્સિટીવ સ્કિન (Pimple or Sensitive Skin) પર!
4. લગાવીને તરત જ ચહેરો ધોવો
ફેસ વૉશ લગાવીને તરત જ પાણીથી ચહેરાને ધોવો એ મોટી ભૂલ છે. પ્રથમ તો ફેસને હળવો ભીનો કરવો, પછી ફેસવૉશ લગાવીને કેટલીક સેકન્ડ સુધી હળવા હાથે મસાજ (Face Massage) કરવો જેથી ચહેરાની ગંદકી અને ઓઇલ સાફ થઈ જાય!

5. નેપ્કીનથી ફેસ જોરથી ઘસવો
ચહેરાને ધોયા પછી નેપ્કીનને જોર-જોરથી ઘસવો ભૂલ છે આનાથી ખાસ કરીને સ્કિનમાં ઈરિટેશન થઈ શકે છે. ચહેરો સાફ કરવા માટે એક અલગ અને સ્વચ્છ નેપ્કીન યુઝ કરવો. જ્યારે સ્કિન થોડી ભેજવાળી હોય ત્યારે જ મૉઈશ્ચરાઇઝર લગાવવું ફાયદાકારક છે.
6. ડ્રાય સ્કિન પર ફેસ વૉશનો યુઝ
જો તમારી સ્કિન ડ્રાય (Dry Skin) હોય તો ઘણો જ વધારે સ્ટ્રોન્ગ અથવા તો હાર્શ ફેસ વૉશ (Harsh Face Wash) વાપરવાનું ટાળવું. આવા પ્રોડક્ટ્સ સ્કિનની કુદરતી કુમાશને ઓછી કરી શકે છે જેના પરિણામે તમારે ચહેરો નિસ્તેજ અને શુષ્ક બની શકે છે.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો: સંતરાની છાલથી બનાવો ઘરગથ્થુ ફેસપેક…એને લગાવવાથી વધી જશે તમારી ત્વચાનો નિખાર..!
આ પણ વાંચો: ગરદન, કોણી અને અન્ય ભાગોની ત્વચાની કાળાશ દૂર કરવા માટે શું લગાવશો? જાણીએ ક્લિનિંગ ટિપ્સ..!
આ પણ વાંચો: મેનીક્યોર-પેડિક્યોર કરાવ્યા પછી ભૂલથી પણ ન કરો આ 5 કામ; નહિતર હાથ-પગની ત્વચા પડી જશે કાળી!
