Lifestyle/ પરોઠા બનાવ્યા બાદ ચીકણા થઇ ગયેલા કાળા તવાને સાફ કરવા માટે અપનાવો આ ટિપ્સ…

Tawa Cleaning (તવાને સાફ કરવા) માટેની ઘરગથ્થુ ટિપ્સ અહિં દર્શાવવા જઇ રહ્યાં છીએ…તવો એક એવું સાધન છે જેના વિના કિચનની કલ્પના સુદ્ધાં થઇ શકતી નથી!

Trending Tips & Tricks Food Lifestyle
Tawa Cleaning, તવાને સાફ કરવા, ટિપ્સ, પરોઠા, સ્ક્રબર

Lifestyle: જો રસોઇમાં વપરાતા તવાને સારી રીતે સ્વચ્છ કરવામાં ન આવે તો આ બળેલું તેલ એક લેયરના રુપમાં એના પર જમા થઇ જાય છે. તવાને સાફ કરવાની આ ટિપ્સ (Tawa Cleaning Tips) અપનાવવાથી તમારી મહેનત બચી જશે અને વધુપડતા ઘસવાની કોઇ જરુર નહિં પડે!

રોજબરોજ વપરાતા વિવિધ તવા રસોઇનું એક ઉપયોગી સાધન

તવાનો ઉપયોગ તો તમામ ઘરના રસોડામાં થતો જ હોય છે અને એને વ્યવસ્થિત સાફ ન કર્યો હોય તો એમાં ફરીથી રોટલી કે પરોઠા બનાવીએ તો એ સારા બનતા નથી હોતા. રોજબરોજ વપરાતા વાસણોમાં તવાનું સ્થાન શિરમોર છે. ગૅસની સગડી, તવો, પાટલી-વેલણ,  કથરોટ, તાવેથો અને તાવડી … આ ભારત દેશના રસોડાના પ્રમુખ સાધનો ગણાય છે જેના વિના કિચનની કલ્પના સુદ્ધાં થઇ શકતી નથી!

Tawa Cleaning, તવાને સાફ કરવા, ટિપ્સ, પરોઠા, સ્ક્રબર

રોટલી અને પરોઠા (Roti & Paratha) બનાવવા માટે લોકો અનેક જાતના તવા ઉપયોગમાં લેતા હોય છે જેમ કે, માટીનો તવો, લોખંડનો તવો અથવા તો નૉન સ્ટિક પૅન…આ પૈકી મોટાભાગના ઘરમાં તમે જોશો તો, આજે પણ લોખંડના તવા અને તાવડી ઉપયોગમાં લેવાય છે! ગામડાના લોકો આજે પણ લોખંડના તવા (Iron Tawa)ને સાફ કરવા માટે રાખ અને ઈંટના ટુકડાનો ઉપયોગ કરે છે જેનાથી ઘસીએ તો તવી ચકચકાટ બની જાય છે! પણ શહેરોમાં તો આ વસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ નથી હોતી…આ માટે લિકિ્વડ સોપ (Liquid Soap) અથવા તો વાસણના સાબુનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ઘણી વાર આ રીતે ધોઇને પણ ગંદકી દૂર નથી થઇ શકતી અને તવો તદ્દન સાફ નથી થઇ શકતો!

વિશેષ કરીને, જો તમે દર બીજા-ત્રીજા દિવસે પરોઠા બનાવીને ખાતા હો તો તવા પર ઘણું તેલ ચોંટી જાય છે અને આ તેલ વારંવાર બળવાના કારણે તવો કાળાશ પકડે છે અને ધોવાથી પણ સ્વચ્છ થઇ શકતો નથી. આ સંજોગોમાં જો તવાને સારી રીતે સ્વચ્છ કરવામાં ન આવે તો આ બળેલું તેલ એક લેયરના રુપમાં તવા પર જમા થઇ જાય છે. આ જામેલા પડને સાફ કરવા માટેના અસરકારક ઉપાયો અહિં દર્શાવવા જઇ રહ્યાં છીએ…તવાને સાફ કરવાની આ ટિપ્સ અપનાવવાથી તમારી મહેનત બચી જશે અને વધુપડતા ઘસવાની કોઇ જરુર નહિં પડે!

તવો સાફ કરવાની ટિપ્સ (Tawa Cleaning Tips)

લોખંડના કાળામેશ થઇ ગયેલા તવાને સ્વચ્છ કરવા તમે સેન્ડપેપર (Sand Paper)નો ઉપયોગ પણ કરી શકો છો. આ તમને માર્કેટમાં હાર્ડવેરની દુકાને સરળતાથી મળી રહેશે. તમારી પાસે ઈંટનો ટુકડો હોય તો લોખંડની તવી અને તાવડી એકદમ સાફ થઇ જશે. માટી અને રેતીથી પણ બળી ગયેલા તવાને સરળતાથી સ્વચ્છ કરી શકાશે.

Tawa Cleaning, તવાને સાફ કરવા, ટિપ્સ, પરોઠા, સ્ક્રબર

ગરમ કરીને સાફ કરો

કાળા પડી ગયેલા તવાને સાફ કરવાનો સૌથી અસરકારક અને સરળ રીત છે કે, તવાને પહેલા થોડી વાર માટે હાઈ ફ્લેઇમ પર ગરમ કરી લો. હવે તવાનું હેન્ડલ મજબૂત રીતે પકડી રાખીને એના કાળા લેયરને સ્ટીલના સ્ક્રબર (Scrubber) કે તવેથા વડે ખોતરી કાઢો. પછી સાબુની મદદથી ઘસી-ઘસીને સાફ કરી લો. એની તમામ ગંદકી અને ઓઇલ દૂર થઇ જશે.

Tawa Cleaning, તવાને સાફ કરવા, ટિપ્સ, પરોઠા, સ્ક્રબર

બેકિંગ સોડા અને લીંબુનો પ્રયોગ

તમે બેકિંગ સોડા, વિનેગર અને લીંબુ (Baking Soda, Vinegar, Lemon)નો ઉપયોગ કરીને પણ ગંદા તવાને સ્વચ્છ બનાવી શકો છો. આ માટે આ વસ્તુઓને તવા પર નાખીને એમાં થોડું પાણી મિક્સ કરી દો. હવે ગૅસ પર તવાને મૂકીને ગરમ થવા દો. એક ઉભરો આવે એટલે ગૅસ બંધ કરી દેવો. હવે તવો ઉતારી થોડો ઠંડો થાય એટલે સાબુ લગાવીને સ્ક્રબરની સહાયતાથી ઘસી-ઘસીને કાળાશ દૂર કરી લેવી.

શેમ્પૂનો ઉપયોગ કરો

ગૅસ પર ગંદા તવાને મૂકીને ઉપર થોડું મીઠું નાખવું. ત્યારબાદ થોડું શેમ્પૂ (Shampoo) ઉમેરીને ગૅસ ચાલુ કરી દેવોય હવે લીંબુનો રસ નાખીને ઉપર થોડું પાણી નાખો. પાણી ઉકળે પછી ગૅસની ફ્લેઇમ બંધ કરીને તવાને નીચે ઉતારી થોડો ઠંડો કરીને જૂના એલ્યુમિનિયમ ફોઇલની મદદથી ક્લીન કરી લો અને પછી સ્ક્રબરથી પણ ઘસી દો. તમારો તવો તદ્દન નવા જેવો ચમકી જશે!


આ પણ વાંચો: વોશિંગ મશીન ગંદુ થઇ જાય તો શું કરશો? આખા મશીનની સફાઇ થશે મિનિટોમાં…આ રહી ટ્રિક્સ…

આ પણ વાંચો: હેલમેટ ને અંદર-બહાર…બંને સાઇડથી સાફ કરો…ગંદકી, વાસ અને ફૂગને દૂર કરવાની સરળ 2 ક્લીનિંગ ટિપ્સ..!

આ પણ વાંચો: ગંદા મેલાઘેલાં પગ લૂછણિયાને ધોયા વિના શી રીતે સાફ કરશો? આ ટ્રિકસ અપનાવો…