Surat News/ શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત CM દ્વારા સુરતને રૂ. 600 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ…

CM ભૂપેન્દ્ર પટેલે સુરતવાસીઓને રૂ. 600 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપી હતી. તેમણે જણાવ્યું હતુ કે, શહેરીજનો સ્વચ્છતાને સ્વભાવ બનાવે. PMની વિઝનરી…

Gujarat Surat Trending
CM, સુરત

Surat News: CM ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત સુરતવાસીઓને રૂ. 600 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપી હતી. સુરત મહાનગરપાલિકા અને સુડાના રૂ. 249 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને રૂ.109.51 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ.

CM, સુરત

 CM ભૂપેન્દ્ર પટેલે સુરતને રૂ. 600 કરોડના વિકાસ પ્રકલ્પોની આપી ભેટ

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનની વિઝનરી લીડરશીપનો લાભ આજે સમગ્ર દેશની સાથે ગુજરાતને મળી રહ્યો છે. સૌ શહેરીજનો સ્વચ્છતાને સ્વભાવ બનાવે.

રાજ્યોના શહેરોના વિકાસને વેગ આપવા અને શહેરીજનોને વધુ સુવિધાઓ પૂરી પાડવાના ઉદ્દેશ સાથે શહેરી વિકાસ વર્ષ-2025ની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરત મહાનગરપાલિકા (SMC) અને સુડા(સુરત શહેરી વિકાસ સત્તામંડળ, SUDA)ના કુલ રૂ. 249 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને રૂ. 109.51 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત, મુખ્યમંત્રી (CM Patel)એ અર્બન રિંગ ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિ.(URDCL) દ્વારા સાકારિત થનારા અંદાજિત રૂ. 242 કરોડના વિવિધ પ્રકલ્પોનાં ખાતમુહૂર્ત કર્યું હતું. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રીએ સુરતવાસીઓને રૂ. 600 કરોડના વિકાસકામોની ભેટ આપી હતી.

CM, સુરત

વડાપ્રધાનની વિઝનરી લીડરશીપનો લાભ આજે સમગ્ર દેશની સાથે ગુજરાતને મળી રહ્યો છે

આ અવસરે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન (PM Modi)ની વિઝનરી લીડરશીપનો લાભ આજે સમગ્ર દેશની સાથે ગુજરાતને મળી રહ્યો છે. સમગ્ર ગુજરાત સહિત સુરત (Surat, Gujarat) તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. સમગ્ર દેશમાં સુરતે સ્વચ્છતામાં ડંકો વગાડ્યો છે ત્યારે સૌ લોકોને સ્વભાવમાં સ્વચ્છતા કેળવાય તે માટેની તેમણે હિમાયત કરી હતી.

CM, સુરત

અર્બન રિંગ ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિ. (URDCL)ના અંદાજિત રૂ. 242 કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી

સુરતનો આઉટ ડોર રીંગરોડ પુર્ણ થવાથી ટ્રાફિકમાં ધટાડાની સાથે લોકોની સુવિધાઓમાં વધારો થશે. આજે દરેકક્ષેત્રે નાના માણસને કેન્દ્રમાં રાખીને વિકાસ આગળ વધી રહ્યો છે તેનો ઉલ્લેખ કરતા કહ્યું કે, એક સમયે એક લાખનું કામ કરવા માટે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો આજે એક કરોડના કાર્યો સરળતાથી થઈ રહ્યા છે.

CM, સુરત

‘એક પેડ માં કે નામ’

ગ્લોબલ વોર્મિગના કારણે વરસાદની પેટન્ટ બદલાઈ છે ત્યારે ‘એક પેડ માં કે નામ’ હેઠળ સૌને વૃક્ષોનું વાવેતર કરીને ગ્રીન કવર (Green Cover)માં વધારો કરવાનો અનુરોધ મુખ્યમંત્રીએ કર્યો હતો. વરસાદના પાણીનો પૂર્ણ ઉપયોગ કરીને જળસંચયમાં સૌની સહભાગીદારીની અપેક્ષા પણ વ્યકત કરી હતી.

CM, સુરત

આજે ગુજરાતનો દરિયા કિનારો સમૃદ્ધિનો ગેટ વે બન્યો છે

મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનના વિઝનને કારણે આજે કચ્છ બેસ્ટ ટુરિઝમ સ્પોટ બન્યું છે. એશિયાનો સૌથી મોટો ગ્રીન એનર્જી પાર્ક ખાવડા ખાતે સાકાર થયો છે. ‘ઈઝ ઓફ લિવિંગ’ કેવી રીતે વધે તે માટેના પ્રયાસો અમારી સરકાર કરી રહી છે. એક સમયે રાજયના દરિયાકિનારા પ્રત્યે ઉદાસીનતા સેવાતી હતી આજે ગુજરાતનો દરિયા કિનારો (Gujarat Sea Shore) સમૃદ્ધિનો ગેટ વે બન્યો છે.

સુરત જિલ્લા પ્રભારી અને નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2025-26 માં રાજયના શહેરી વિસ્તારોના વિકાસ માટે રાજય સરકારે 30 હજાર કરોડનું માતબર બજેટ ફાળવ્યું છે. નવી મહાનગરપાલિકાઓના વિકાસ માટે પણ રાજય સરકાર કટિબદ્વ છે. મહાનગરપાલિકાની નવરચના સાથે જ બજેટ ઉપલબ્ધ કરાવાયું છે.

CM, સુરત

સુરત એ વિશ્વનું ખૂબ જ ઝડપથી વિકાસ પામતું શહેર

ગુજરાતમાં શહેરીકરણ ખૂબ જ ઝડપથી થઇ રહયું છે. જેને અનુલક્ષીને માળખાકીય સવલતો અને વ્યવસ્થાનું આગોતરું આયોજન થયું છે. ભરૂચ અને ઉમરગામ વચ્ચે સુરત વિકાસનું કેન્દ્ર બિંદુ છે. જેથી વિવિધ ક્ષેત્ર વિકાસ, ટુરીઝમના કારણે બહોળા પ્રમાણમાં લોકો માટે રોજગારીનું સર્જન થાય છે. સુરત એ વિશ્વનું ખૂબ જ ઝડપથી વિકાસ પામતું શહેર છે.

CM, સુરત

‘અર્ન વેલ અને લીવ વેલ’

મહાનગર પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે સૌને આવકારતાં જણાવ્યું હતું કે, સુરત શહેરમાં નવા વિસ્તારોમાં માળખાકીય સવલતો ઉભી કરવા રૂ. 600 કરોડના વિકાસ કામો ઉપયોગી બનશે. 2025ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહયું છે. ‘અર્ન વેલ અને લીવ વેલ’ના મંત્ર સાથે રીજીયોનલ ડેવલપમેન્ટ ના છ પ્લાનમાં દક્ષિણ ગુજરાતનું વિકાસ વિઝન ખુબ જ ઝડપથી લોન્ચ કરવામાં આવશે. જે વિકાસનો મહત્વનો રોડમેપ બનશે.

જાહેર સેવાઓનું ડિજિટલાઈઝેશન, જળ વ્યવસ્થાપનમાં સુધારો, સ્વચ્છતા અને જાહેર સ્વાસ્થ્યમાં વૃદ્ધિ તેમજ શહેરના માળખાકીય નેટવર્કને મજબૂત કરવા માટે વિકાસકામોની ભેટ આપી હતી. સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોનમાં બનેલા મુખ્ય પ્રકલ્પોમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ગંદા પાણીના નિકાલ માટે તૈયાર થનારો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ડ્રેનેજ લાઈન, હેલ્થ સેન્ટર, ફાયર સ્ટેશન, વેન્ડિંગ માર્કેટ તેમજ વરસાદી પાણીના નિકાલ માટે બોક્ષ કલ્વર્ટ સહિતના કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું.

CM, સુરત

અર્બન રિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ.ના આઉટર રીંગરોડ પ્રોજેક્ટ ફેઝ-૨ અંતર્ગત રૂ.184.20 કરોડના ખર્ચે સચિન-પલસાણા થી સચીન કડોદરા જંકશન આઉટર રિગરોડનું કામ તથા રૂ. 57.65 કરોડના ખર્ચે સુરત કડોદરા રોડ આઉટર રીંગરોડ પર ફ્લાય ઓવર બ્રિજ બનાવવાની કામગીરીના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.

સુરત શહેરી વિકાસ સત્તામંડળ (સુડા) દ્વારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાના ભાગરૂપે વિવિધ ટી.પી.સ્કીમ હેઠળ ચાર માર્ગીય રસ્તા, ડામર રોડ, રસ્તાના રીસર્ફેસિંગની કામગીરી સહિતના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

CM, સુરત

આ અવસરે મુખ્યમંત્રીના હસ્તે ભારત સરકારના ડિજિટલ ઇન્ડિયા મિશનને સાકાર કરતા સુરત મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને પાલિકાની વિવિધ સેવાઓ સરળ, ઝડપી અને પારદર્શક રીતે ઉપલબ્ધ કરાવવા માટે વોટ્સએપ ચેટબોર્ડની ઓનલાઈન પેમેન્ટ સુવિધાનું લોન્ચિંગ કર્યું હતું.

કૃષિમંત્રી જીતુ વાધાણી (Jitu Vaghani), સાંસદ મુકેશ દલાલ, મેયર દક્ષેશ માવાણી, ધારાસભ્ય પુર્ણેશ મોદી, સંદિપ દેસાઈ, ઈશ્વર પરમાર, કાંતી બલર, સંગીતા પાટીલ, ડે.મેયર નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલ, જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી, કોપોરેટરો સહિત પદાધિકારીઓ, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતની મુલાકાતે,આજે માર્કેટયાર્ડ લોકાર્પણ અને વિકાસકાર્યોનું શુભારંભ

આ પણ વાંચોઃ સુરતમાં ડુમસ સી ફેસ પ્રોજેક્ટ, પ્રદૂષણ માટે કમિશનરે કોન્ટ્રાક્ટર પર ફટકાર્યો ₹5 લાખનો દંડ

આ પણ વાંચો: સુરતમાં ફરી ભીષણ આગની ઘટના, ચલથાણ બજારની પ્લાસ્ટિક દુકાનમાં આગ લાગતાં અફરાતફરી