Panchmahal News/ બોગસ લગ્ન કૌભાંડ બાદ પંચમહાલમાં એકસાથે 29 તલાટીઓની બદલી

બોગસ લગ્ન નોંધણીના કિસ્સા બહાર આવ્યા બાદ જિલ્લા વહીવટીતંત્રએ કડક વલણ અપનાવ્યું છે.

Gujarat Others
એકસાથે 29 તલાટીઓની બદલી થતાં રાજ્યના વહીવટીતંત્રમાં ભારે ચર્ચા

Panchmahal News : પંચમહાલ જિલ્લામાં એકસાથે 29 તલાટીઓની બદલી થતાં રાજ્યના વહીવટીતંત્રમાં ભારે ચર્ચા ઊભી થઈ છે. જિલ્લામાં તાજેતરમાં બહાર આવેલા બોગસ લગ્ન કૌભાંડ બાદ તંત્ર સક્રિય બન્યું છે. આ મામલે જિલ્લા વિકાસ અધિકારીએ કડક કાર્યવાહી કરતાં એક જ જિલ્લામાં મોટા પાયે આંતરિક બદલીના આદેશ જાહેર કર્યા છે.

મળતી માહિતી મુજબ, પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા, ઘોઘંબા, કાલોલ, હાલોલ, ગોધરા અને મોરવા હડફ તાલુકાઓમાં ફરજ બજાવતા તલાટીઓની બદલી કરવામાં આવી છે. કેટલાક તલાટીઓ છેલ્લા દસ વર્ષથી વધુ સમયથી એક જ પંચાયતમાં ફરજ બજાવી રહ્યા હતા, જેના કારણે વહીવટી કામગીરીમાં પારદર્શિતા અંગે સવાલો ઊભા થયા હતા.

બોગસ લગ્ન નોંધણીના કિસ્સા બહાર આવ્યા બાદ જિલ્લા વહીવટીતંત્રએ કડક વલણ અપનાવ્યું છે. લાંબા સમયથી એક જ જગ્યાએ સ્થિર રહેલા તલાટીઓ સામે પગલાં ભરવાના ભાગરૂપે આ નિર્ણય લેવાયો હોવાનું માનવામાં આવે છે. ખાસ કરીને લગ્ન નોંધણી સહિતની મહત્વપૂર્ણ કામગીરીમાં પારદર્શિતા અને જવાબદારી જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા સખત નિયંત્રણો લાગુ કરવામાં આવી રહ્યા છે.

એકસાથે 29 તલાટીઓની બદલી થતાં પંચમહાલ જિલ્લાના વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો છે અને આ કાર્યવાહી અન્ય જિલ્લાઓ માટે પણ ચેતવણીરૂપ માનવામાં આવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સાબરકાંઠા: 5 તાલુકાના 16 તલાટીઓની બદલીનો મામલો, તલાટીઓની વહીવટી અનુકૂળતા માટે તંત્રએ કરી બદલી, બદલીના વિરોધમાં જીલ્લા વિકાસ અધિકારીને લખાયો પત્ર, જીલ્લા પંચાયતના પ્રમુખ સહિત હોદ્દેદારોએ

આ પણ વાંચો: તલાટીની ગેરહાજરીથી ગામનો વિકાસ રૂંધાયો માલપુરના ટુણાદરમાં તલાટી એક મહિનાથી ગેરહાજર તલાટી એક મહિનાથી હાજર ન રહેતા અનેક મુશ્કેલીઓ તલાટી

આ પણ વાંચો: એક મંદિર, એક પંડિત, એક તલાટી, એક વર્ષ અને 133 લગ્નો