સુરતની સુરત કોરોનાનાં કારણે બદલાતી જોવામાં આવી રહી હોય તેવું સામે આવી રહ્યું છે. જી હા, સુરત પણ આજે પણ પાછલા ધણા દિવસની માફક કોરોનાનો કહેર વરસતો જોવામાં આવ્યો છે. જી હા, આજે પણ સુરતમાંથી અધધધ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હોવાથી પરિસ્થિતિ વધુ વિકટ થવાના એંધાણ જોવામાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જી હા સુરતને કોરોના વાયરસે બદસુરત કરી દીધું છે. અને સુરતમાં સતત કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થવા લાગ્યો છે.
આજના દિવસે જ વધુ 26 કોરોના પેઝિટિવ કેસો નોંધાતા તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો છે તો લોકોનાં હાહાકાર જોવામાં આવી રહ્યો છે. સુરતમાં કોરોના બોમ્બ ફૂટ્યો હોય તેમ બપોરેનાં સમય સુધીમાં જ કોરોના નવા 26 કેસો સામે આવ્યા હોવાનાં કારણે શહેરનો કોરોના પોઝિટિવ કેસનો આંકડો 1406 પાર પહોંચ્યો છે તો જિલ્લાનાં 97 નવા કેસ સાથે આંકડો 1500 ને પર પહોંચી ગયો છે.
આપને જણાવી દઇએ કે, સુરતમાં અન્ય રાજ્યો અને જિલ્લામાંથી લોકોની આવક વધી જતા પોઝિટિવ કેસોમાં વધારો થવા લાગ્યો હોવાની આશંકા જોવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં સુરતમાં કુલ 1406 પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે. હજુ પણ કોરોનાનાં કેસમાં વધારો થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. જો આવી જ રીતે કોરોના વાયરસનો કહેર સુરત પર વરસતો રહેશે તો સુરતને ખરેખર બદસુરત થતા વાર નહિ લાગે તેવું પ્રતિત થઇ રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
