Not Set/ પરપ્રાંતિય મજૂરોને થઇ રહેલી મુશ્કેલીઓને લઇને સુપ્રીમ કોર્ટે આપ્યો આ ખાસ આદેશ

દેશનાં પરપ્રાંતિય મજૂરોનાં પ્રશ્નો પર સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી થઈ છે અને સર્વોચ્ચ અદાલતે વચગાળાનાં આદેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મજૂરો પાસેથી કોઈ ટ્રેન કે બસ ભાડું ન લેવાય, રાજ્ય સરકારે ભાડું ચૂકવવું જોઈએ. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે, ‘જે જ્યા ફસાયુ છે તેને ત્યાની રાજ્ય સરકાર ભોજન આપવાની વ્યવસ્થા કરે. […]

India

દેશનાં પરપ્રાંતિય મજૂરોનાં પ્રશ્નો પર સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી થઈ છે અને સર્વોચ્ચ અદાલતે વચગાળાનાં આદેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મજૂરો પાસેથી કોઈ ટ્રેન કે બસ ભાડું ન લેવાય, રાજ્ય સરકારે ભાડું ચૂકવવું જોઈએ.

સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે, ‘જે જ્યા ફસાયુ છે તેને ત્યાની રાજ્ય સરકાર ભોજન આપવાની વ્યવસ્થા કરે. જ્યાં મદદ મળી રહી છે ત્યાંની માહિતી તેમને મોકલવા આવે. સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, કેટલીક દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ બની છે. મીડિયામાં તેને વારંવાર બતાવવામાં આવી હતી. એવું નથી કે સરકાર પગલાં ભરી રહી નથી. જેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે એવું નથી કહી રહ્યા કે સરકાર કંઇ કરી રહી નથી. પરંતુ સહાય જરૂરિયાતમંદો સુધી પહોંચી રહી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.