Not Set/ જનતા બે છેડા ભેગા કરવા મથી રહી છે ત્યારે નેતાઓના પગારમાં તોતિંગ વધારો

મંત્રીઓના પગારમાં 12760 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જયારે ધારાસભ્યના પગારમાં 14520 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

Top Stories Gujarat Others
ધારાસભ્યોના પગાર

હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીઓના મોઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. જેને પગલે રાજ્ય સરકાર દ્વારા પણ ગતરોજ રાજ્ય સરકારના કર્મચારીઓના મોઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે હવે કર્મચારીઓની સાથે મંત્રી અને ધારાસભ્યોના પગાર માં પણ વધારો કરવામાં આવ્યો છે.

એક બાજુ જનતા મોઘવારીના માર વચ્ચે બે છેડા ભેગા કરવા માટે માંથી રહી છે ત્યારે સરકાર દ્વારા મંત્રી અને ધારાસભ્યોના પગારમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. મંત્રીઓના પગારમાં 12760 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જયારે ધારાસભ્યના પગારમાં 14520 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

હવેથી રાજ્ય સરકારના મંત્રીઓનો પગાર હવે 1.46 લાખ થયો છે. તો ધારાસભ્યોનો પગાર 1.28 લાખ થયો છે. અગાઉ મંત્રીઓને 1.32 લાખ પગાર મળતો હતો. જયારે ધારાસભ્યને 1.16 લાખ પગાર મળતો હતો. ગઈ કાલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બાકીના 11 ટકા એરીઅર્સનાં વધારાની જાહેરાત  કરી હતી.  આ વધારથી નાના કર્મચારી કરતા નેતા અને મંત્રીઓને મોટો ફાયદો થશે.

એરીઅર્સના નામે પગાર વધારો

અત્રે નોધનીય છે કે વર્ષ 2018માં ગુજરાત વિધાનસભામાં ગુજરાત સરકારે મુખ્યમંત્રી, મંત્રીઓ અને ધારાસભ્યોના પગારમાં 65 ટકાનો તોતિંગ વધારો કર્યો હતો. ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોના પગારમાં સુધારો કરતું બીલ પાસ કરવામાં આવ્યું હતું. અને રાજ્યના ધારાસભ્યોનાં પગાર-ભથ્થા 70,727થી વધારીને 1,16,316 અને મંત્રીઓનાં પગાર-ભથ્થામાં 87 હજારમાંથી 1 લાખ 32 હજાર કરવામાં આવ્યા હતા. આમ એજ ક વિધાનસભા સત્રમાં બીજી વાર માંન્તીઓના પગારમાં એરીઅર્સ ના નામે પગાર વધારો કરવામાં આવ્યો છે.

ગુજરાતના મંત્રી અને ધારાસભ્યો પગાર મુદ્દે અન્ય રાજ્યો કરતા પાંગળા

ગુજરાતના મંત્રી અને ધારાસભ્યો પગાર મુદ્દે અન્ય રાજ્યો કરતા ઘણા પાછળ છે. મોડેલ સ્ટેટ ગણાતા ગુજરાતના ધારાસભ્યો અને મંત્રીઓ અન્ય રાજ્યના મંત્રી અને ધારાસભ્યો  અન્ય રાજ્યની સરખામણીએ ઘણો ઓછો પગાર મેળવે છે. દેશમાં સૌથી વધુ મોંઘવારી ભથ્થું આપનાર રાજ્ય તેલંગાણા છે. અહીંના ધારાસભ્યોનો પગાર મહિને 2.50 લાખ રૂપિયાની આસપાસ છે, જેમાં રૂ.20,000 પગાર અને 2.30 લાખ રૂપિયા મોંઘવારી ભથ્થું મળે છે. ત્યાર બાદ બીજા નંબરે ઉત્તરાખંડ ધારાસભ્યોને મહિને 1,98,000 રૂપિયા મળે છે, જેમાં 30 હજાર રૂપિયા પગાર અને 1.68 લાખ રૂપિયા મોંઘવારી ભથ્થું મળે છે. આ લિસ્ટમાં ગુજરાત 8મા નંબર પર આવે છે. અહીંના ધારાસભ્યોને મહિને 1.16 લાખ રૂપિયાની આસપાસ મળે છે, જેમાં તેમનો પગાર 78,000, જ્યારે 27 હજાર રૂપિયા મોંઘવારી ભથ્થું મળે છે.

ગુજરાત / મત્સ્યોદ્યોગને લઇને રાજ્ય સરકારનો નિર્ણય, માછીમારોને અપાતી ડીઝલ સબસિડી હવે ઓનલાઇન મળશે

Technology / આ વર્ષના અંત સુધીમાં, સેમસંગ બજારમાં સસ્તા 5G ફોન લાવી શકે છે

Safety TIPS / ચાલુ કારે બ્રેક ફેલ થઇ જાય તો શું કરવું? અકસ્માત કેવી રીતે ટાળવો

Technology / ભારત સહિત વિશ્વના ઘણા ભાગોમાં ઇન્સ્ટાગ્રામ ડાઉન, યુઝર્સએ સોશિયલ મીડિયા પર કરી ફરિયાદ

Technology / હવે ટ્વિટર પર અભદ્ર ભાષાનો પ્રયોગ કરવો પડશે મોંઘો, એકાઉન્ટ બ્લોક થઇ શકે છે