New Delhi News/ SHANTI’ બિલથી ભારતના ન્યુક્લિયર ક્ષેત્રમાં ઐતિહાસિક સુધારો,પ્રાઇવેટ કંપનીઓને મળશે પરમાણુ ઊર્જામાં પ્રવેશ

સંપૂર્ણપણે સરકારના નિયંત્રણમાં રહેલું પરમાણુ ઊર્જા ક્ષેત્ર હવે પ્રાઇવેટ કંપનીઓ માટે પણ ખુલ્લું બનશે

Top Stories India
ભારતે 2047 સુધી 100 GW પરમાણુ ઊર્જા ક્ષમતા મેળવવાનું લક્ષ્ય રાખ્યું છે

New Delhi News : ભારતના ઊર્જા ક્ષેત્રમાં હવે એક મોટો અને ઐતિહાસિક ફેરફાર થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર સંસદના શિયાળુ સત્રમાં ‘SHANTI’ (Sustainable Holistic Atomic Nuclear Transformation Initiative) બિલ, 2025 રજૂ કરવાની તૈયારીમાં છે. આ બિલ દ્વારા 1962ના પરમાણુ ઊર્જા અધિનિયમમાં વ્યાપક સુધારા કરવામાં આવશે.

આ સુધારાથી અત્યાર સુધી સંપૂર્ણપણે સરકારના નિયંત્રણમાં રહેલું પરમાણુ ઊર્જા ક્ષેત્ર હવે પ્રાઇવેટ કંપનીઓ માટે પણ ખુલ્લું બનશે.

અત્યાર સુધી શું સ્થિતિ હતી?

આઝાદી બાદથી ભારતનું પરમાણુ ક્ષેત્ર સંપૂર્ણ રીતે બંધ અને સરકારી એકાધિકાર હેઠળ હતું. જેમાં પરમાણુ ઊર્જા વિભાગ (DAE) અને ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCIL) આ બે સંસ્થાઓ જ રિએક્ટર નિર્માણ અને સંચાલનની જવાબદારી સંભાળતી હતી.1962ના કાયદા મુજબ પ્રાઇવેટ કંપનીઓને પરમાણુ ઊર્જામાં ભાગ લેવાની મનાઈ હતી. હાલમાં દેશની કુલ પરમાણુ વીજ ઉત્પાદન ક્ષમતા માત્ર 8 ગીગાવોટ (GW) છે, જે દેશની કુલ વીજ ઉત્પાદનનો આશરે 3 ટકા જ ભાગ છે.

‘SHANTI’ બિલ શું બદલાવ લાવશે?

નવા બિલ હેઠળ સરકાર બે મહત્વના કાયદાઓમાં સુધારો કરશે:

પરમાણુ ઊર્જા અધિનિયમ, 1962

પરમાણુ નુકસાન માટે નાગરિક જવાબદારી અધિનિયમ, 2010

પ્રાઇવેટ કંપનીઓની ભૂમિકા

કંપની એક્ટ, 2013 હેઠળ નોંધાયેલી કંપનીઓને લાયસન્સ મળશે

રિલાયન્સ, ટાટા પાવર, અડાણી જેવી કંપનીઓ જમીન, મૂડી અને ટેક્નોલોજી પૂરી પાડશે

વીજ ઉત્પાદન બાદ વેચાણ કરીને નફો કમાવી શકશે

સરકારની ભૂમિકા

રિએક્ટર ડિઝાઇન અને સુરક્ષા NPCIL અને DAE પાસે રહેશે

યુરેનિયમ જેવી સંવેદનશીલ સામગ્રી પર સરકારનો સંપૂર્ણ નિયંત્રણ

સુરક્ષા વ્યવસ્થા IAEAના આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ રહેશે

સ્મોલ મોડ્યુલર રિએક્ટર (SMR) પર ખાસ ધ્યાન

સરકાર હવે SMR (Small Modular Reactor) પર ખાસ ફોકસ કરી રહી છે.

નાના કદના, વધુ સુરક્ષિત અને ઓછા ખર્ચાળ

ફેક્ટરીમાં તૈયાર થઈ શકે એવા રિએક્ટર

મોટા પ્લાન્ટની તુલનામાં ઝડપથી સ્થાપિત થઈ શકે

NPCIL દ્વારા SMR માટે પહેલેથી જ પ્રાઇવેટ ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

કેમ જરૂરી છે આ ફેરફાર?

ભારતે 2047 સુધી 100 GW પરમાણુ ઊર્જા ક્ષમતા મેળવવાનું લક્ષ્ય રાખ્યું છે. હાલની 8 GW ક્ષમતાથી આ લક્ષ્ય સુધી પહોંચવા માટે 15 થી 19 લાખ કરોડ રૂપિયાનું રોકાણ જરૂરી છે, જે માત્ર સરકારી સંસ્થાઓ માટે શક્ય નથી. પરમાણુ ઊર્જા સ્વચ્છ, સ્થિર અને કાર્બન મુક્ત હોવાથી નેટ-ઝીરો ઉત્સર્જનના લક્ષ્ય માટે પણ અત્યંત મહત્વની છે.

પડકારો પણ છે

લાયબિલિટી કાયદાને લઈને પ્રાઇવેટ અને વિદેશી કંપનીઓની ચિંતા

સુરક્ષા અને પરમાણુ પ્રસાર અટકાવવાના કડક નિયમોની જરૂર

નવું ન્યુક્લિયર ટ્રિબ્યુનલ વિવાદો ઝડપથી ઉકેલશે

ઉદ્યોગ નિષ્ણાતોનું માનવું છે કે જો લાયબિલિટી સ્પષ્ટતા થશે તો વૈશ્વિક ટેક્નોલોજી અને રોકાણ ભારત તરફ આકર્ષિત થશે.

નવી ઊર્જા યાત્રાની શરૂઆત

‘SHANTI’ બિલ ભારતને પરમાણુ ઊર્જામાં નવું અધ્યાય શરૂ કરાવશે. પ્રાઇવેટ ભાગીદારીથી રોજગાર, ટેક્નોલોજી અને આર્થિક વિકાસને વેગ મળશે. જેમ સ્પેસ સેક્ટરમાં પ્રાઇવેટ એન્ટ્રી સફળ રહી, તેમ પરમાણુ ક્ષેત્રમાં પણ આ મોડેલ ભારતને ઊર્જા મહાશક્તિ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો : Atomic Energy: પરમાણુ ઊર્જા કાયદામાં થશે ફેરફાર, સરકારની વિચારણા

આ પણ વાંચો : UAE ગુજરાતમાં ફૂડ પાર્ક બનાવશે, પરમાણુ ઊર્જા અને પેટ્રોલિયમ સહિત આ 4 કરાર પર હસ્તાક્ષર કરશે

આ પણ વાંચો : અમેરિકાએ પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કર્યું, જાણો મિનિટમેન-3 કેટલું શક્તિશાળી છે