ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની મહેર જોવા મળી રહી છે, અનેક જિલ્લાના તાલુકામાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો, છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ રાજ્યમાં પડી રહ્યો છે. હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે વરસાદ વરસી રહ્યો છે. બુધવારે સવારે છ વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન સૌથી વધારે વરસાદ ગીર-સોમનાથ જિલ્લામાં નોંધાયો છે. ગીર-સોમનાથના કોડિનાર અને સુત્રાપાડામાં જાણે કે આભ ફાટ્યું હોય તેમ છ-છ ઇંચથી વધારે વરસાદ ખાબકી ગયો છે. દેવભૂમિ દ્વારાકા જિલ્લામાં મૂશળઘાર વરસાદ પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં બે દિવસ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં બારે વરસાદ પડી શકે છે. સૈારાષ્ટ્ર કેટલાક જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડવાની પુરી સંભાવના છે. કચ્છમાં પણ વરસાદ પડવાની શક્યતા છે ,હાલમાં અતિ ભારે વરસાદ પડે તવું વાતાવરણ જોવા મળી રહ્યો છે. IMDના અધિકારી એમ. મોહન્તીએ જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે તેમજ પ થી 7 જુલાઇ સુધીમાં દ્વારકા, પોરબંદર,વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ ભારે વરસાદના લીધે સરકારે અગમચેતી પગલાં માટે એક બેઠકનું પણ આયોજન કર્યું હતું .

