Political/ રાજ્ય સરકારનો મોટો નિર્ણય, ખેડૂતોનાં હિતમાં સરકારે 200 કરોડની કરી ફાળવણી

ગુજરાતમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી નેતૃત્વની સરકારે ખેડૂતોનાં હિતમાં ખેતરમાં કાંટાળીવાડ યોજના માટે રૂ. 200 કરોડની ફાળવણી કરી છે….

Gujarat Others

@અરુણ શાહ, મંતવ્ય ન્યૂઝ

ગુજરાતમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી નેતૃત્વની સરકારે ખેડૂતોનાં હિતમાં ખેતરમાં કાંટાળીવાડ યોજના માટે રૂ. 200 કરોડની ફાળવણી કરી છે. ખુલ્લા ખેતરમાં પશુ પ્રવેશનો ત્રાસ અને પાકને નુક્સાન સામે રક્ષણ આપવા હેતુ ખેતરમાં કાંટાળીવાડ યોજના વધુ સરળ કરવાનો નિર્ણય રાજ્યસરકારે કર્યો છે.

ગુજરાતમાં ખુલ્લા ખેતર હોવાથી ખેતરમાં થયેલાં પાકને વ્યાપક નુક્સાન થાય છે. આ ઉપરાંત ખુલ્લા ખેતર હોવાથી પશુ પ્રવેશનો ત્રાસ પણ વધી ગયો હતો. પરિણામે અત્યાર સુધી ખેડૂતોનાં લાભાર્થે કાંટાળીવાડ યોજના અમલી છે. પરંતુ આ અંગે બજેટની ફાળવણી નજીવી રકમ ફાળવવામાં આવી હતી. આ અંગે ખેડૂત સંગઠન તરફથી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સમક્ષ રજૂઆત કરીને ખેડૂતોનાં હિતમાં બજેટ ફાળવણી સરકારે ખેતરમાં કાંટાળીવાડ હેતુ રૂ.200 કરોડની ફાળવણી કરી છે. આ યોજનાનો લાભ લેવા ઇચ્છુક ખેડૂતો માટે લઘુત્તમ વિસ્તાર અગાઉ 10 હેક્ટર હતો તે વિસ્તાર હવે ઘટાડીને 5 હેક્ટર કરવામાં આવ્યો છે. ખેડૂતને મળવા પાત્ર રનીંગ સહાય 150 રૂ. હતી. આ રનીંગ સહાય વધારીને રૂ.250 કરવાનો નિર્ણય પણ ગુજરાત સરકારે કર્યો છે.

ગુજરતામાં ખેડૂતોનાં લાભાર્થે અગાઉ પણ કાંટાળીવાડ યોજના અમલી હતી. પરંતુ હવે તેમાં બજેટની ફાળવણી વધુ કરીને ખેડૂતોનાં ખેતરમાં પાકનું રક્ષણ કરવા હેતુ કાંટાળીવાડ યોજના લાભદાયી પુરવાર થશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો