Mahrashtra News : મુંબઈ પહોંચતા પહેલાં ભાજપ (BJP) ના નિરક્ષક અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી(VIjay Rupani) એ કહ્યું કે ભાજપ વિધાયક દળની મીટિંગ આજકાલમાં થઈ શકે છે. મને લાગે છે કે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી તો ભાજપ(BJP)માંથી જ બનવો જોઈએ. રૂપાણી સાથે નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) આજે સાંજે 4 વાગ્યે મુંબઈ પહોંચી શકે છે.
મુખ્યમંત્રી પદથી શિંદે આમ તો ખસી ગયા છે, પણ અંદરથી તેમને મુખ્યમંત્રી બનાવની ઈચ્છા છે. જોકે મોટું પદ નહિ તો તેમને એકસાથે 12 મંત્રી એટલે એક ડઝન મંત્રી મારા હોવા જોઈએ તેવી માગ કરી હતી. પરંતુ ભાજપ (BJP) નું પલ્લું ભારે હોવાથી આ શરત માન્ય રહે તેવી નથી જોકે રૂપાણી એ પણ સંકેત આપ્યા હતા કે મહારાષ્ટ્રના CM તો ભાજપ (BJP) માંથી જ કોઈ બનશે. આ સિવાય પાર્ટી સરપ્રાઈઝ આપવા જાણીતી છે.
રૂપાણી(VIjay Rupani) એ કહ્યું હતું કે જે રીતે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેએ ભાજપના મુખ્યમંત્રી બનશે તેવું નિવેદન આપ્યું છે, તેને જોતા આ વખતે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી તરીકે ભારતીય જનતા પાર્ટીના નેતા આવશે તેવું લાગી રહ્યું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadanvis) નું નામ ચર્ચામાં છે અને ભાજપ સરપ્રાઇઝ દેવા માટે જાણીતું છે. ત્યારે નામને લઇને આખરી નિર્ણય હાઇકમાન્ડનો રહેશે તેવો રૂપાણી(VIjay Rupani) એ દાવો કર્યો હતો.
મહારાષ્ટ્રમાં નવી સરકારમાં અંદાજે મુખ્યમંત્રીની સાથે 43 મંત્રી અને બે ડેપ્યુટી સીએમનો સમાવેશ કરવામાં આવશે, જેમાંથી ભાજપ(BJP) ને 20-23 મંત્રીપદ, શિંદે જૂથને 11 અને અજિત જૂથને 9 મંત્રી પદ મળવાની શક્યતા છે. અગાઉ, શિંદે સરકારમાં 28 પ્રધાન હતા અને શિંદે પાસે સૌથી વધુ 11 પ્રધાનો હતા, ભાજપ (BJP) પાસે 9 અને અજિત પવાર જૂથના 8 પ્રધાન હતા. આ સમયે ભાજપના ધારાસભ્યોની સંખ્યા વધવાને કારણે મંત્રીઓની સંખ્યામાં પણ વધારો થશે.
આ સિવાય નારાજ એકનાથ શિંદે (Eknath Shinde) ને શાંત કરવા માટે ભાજપે તેમને કેન્દ્રમાં મંત્રીપદની ઓફર કરી છે. તેમના પુત્ર શ્રીકાંત અથવા પાર્ટીના કોઈપણ વરિષ્ઠ નેતાને મોદી કેબિનેટમાં સ્થાન મળી શકે છે. મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામ 23 નવેમ્બરના રોજ આવ્યા હતા. મહાયુતિ એટલે ભાજપ (BJP) -શિવસેના શિંદે-NCP પવારને 230 સીટથી ભારે બહુમત મળી. પરંતુ 10 દિવસ પછી મુખ્યમંત્રીનું નામ નક્કી થઈ શક્યું નથી.
આ પણ વાંચો:મહારાષ્ટ્રમાં વિજય રૂપાણી અને નિર્મલા સીતારમણને મોટી જવાબદારી સોંપાઈ
આ પણ વાંચો: મહારાષ્ટ્રના નવા CMની જાહેરાત 4 ડિસેમ્બરે થશે, અજીત પાવર દિલ્હી જવા રવાના; આ નેતાનું નામ નક્કી!
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં સીએમ પદ પર આજે થશે નિર્ણય: શિંદે
