Not Set/ LAC પર સંકટનાં વાદળો ઘેરાયા, PM મોદીએ CDS બિપિન રાવત અને NSA અજીત ડોભાલ સાથે કરી બેઠક

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા કેટલાક દિવસોથી લદ્દાખ બોર્ડર પર ચીન સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત સાથેની બેઠકમાં આજે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. પીએમ મોદીની બેઠક પૂર્વે રક્ષા મંત્રી રાજનાથસિંહે પણ જનરલ રાવત અને ત્રણ સેનાઓનાં વડાઓ સાથેની બેઠકમાં લદ્દાખમાં ચીન સરહદની […]

India

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા કેટલાક દિવસોથી લદ્દાખ બોર્ડર પર ચીન સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત સાથેની બેઠકમાં આજે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. પીએમ મોદીની બેઠક પૂર્વે રક્ષા મંત્રી રાજનાથસિંહે પણ જનરલ રાવત અને ત્રણ સેનાઓનાં વડાઓ સાથેની બેઠકમાં લદ્દાખમાં ચીન સરહદની સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી હતી.

સુત્રોનાં જણાવ્યા અનુસાર વડા પ્રધાને ડોભાલ, જનરલ રાવત અને ત્રણેય સૈન્યનાં વડાઓ સાથે મળીને છેલ્લા કેટલાક દિવસોથી લદ્દાખમાં ચીન સાથેની સરહદ પર બંને સેના વચ્ચેનાં તણાવ અને આ મામલે સૈન્યની સ્થિતિ વિશે જાણકારી લીધી હતી. આ બંને બેઠક સેનાનાં ટોચનાં કમાન્ડરોનાં બુધવારે 27 મે થી શરૂ થનારા ત્રણ દિવસીય કોન્ફરન્સથી પહેલા થઇ છે. આ સાથે માનવામાં આવી રહ્યું છે કે આ મુદ્દો લશ્કરી કમાન્ડરોની કોન્ફરન્સમાં પણ પ્રમુખ રહેશે.

આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવાણે, જે બે દિવસ પહેલા લેહ પ્રવાસ બાદ પરત ફર્યા હતા, તેમણે સંરક્ષણ પ્રધાનને વાસ્તવિક નિયંત્રણ લાઇનની વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી. સિંહે સૈન્ય દ્વારા લેવામાં આવતા પગલાઓ અને આ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ વિશે પણ પૂછપરછ કરી હતી. નોંધનીય છે કે પેગાંગ તળાવ વિસ્તારમાં 5 અને 6 મે નાં રોજ બંને સૈન્ય વચ્ચેની નજીવી અથડામણ બાદથી બંને પક્ષથી સૈન્ય અધિકારીઓની પાંચ બેઠકો થઈ છે પરંતુ સ્થિતિ સામાન્ય થઈ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.