ધરપકડ/ પંજાબ પોલીસે સુશીલ કુમારની કરી ધરપકડ

સુશીલ કુમારની ધરપકડ

India

ઓલિમ્પિક પદક વિજેતા કુસ્તીબાજ સુશીલ કુમારને પંજાબ પોલીસે ધરપકડ કરી લીધી છે. હવે તેને દિલ્હી પોલીસને સોંપવાની તૈયારી કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટમાં તેની જાણકારી આપવામાં આવી છે.

સુશીલ કુમાર છત્રસાલ સ્ટેડિયમમાં એક પૂર્વ પહેલવાનની હત્યામાં સામેલ છે તેવો આરોપ તેમના પર લાગ્યો છે. તે છેલ્લા કેટલાક સમયથી ફરાર હતા પોલીસ તેમને શોધી રહી હતી. તેમણે દિલ્હીની એક અદાલતમાં આગોતર જામીન માંગ્યા હતા પરતું કોર્ટે તેમની જામીન અરજી ફગાવી હતી. તે કેટલાક દિવસોથી ફરાર હતાં .ઉલ્લેખનીય છે કે પહેલવાન સાગર ધનખડની હત્યામાં તેમનું નામ આવતા તે ફરાર થઇ ગયાં હતાં દિલ્હી પોલીસે સુશીલ કુમાર પર એક લાખ રૂપિયાની ઇનામની જાહેરાત કરી હતી. લુક આઉટ નોટિસ પણ બજાવવામા આવી હતી ,પંજાબ પોલીસે તેને પકજી પાડયો છે.