ભારત અને પાકિસ્તાનની વચ્ચે વર્ષ 1999માં કારગીલ યુદ્ધ થયું હતું. આ યુદ્ધ 16 માર્ચ થી 26 જુલાઈ સુધી ચાલ્યું હતું.
26 જુલાઈ 2017ના રોજ કારગીલના યુદ્ધના વિજય દિવસને 18 વર્ષ પૂરા થઈ રહ્યા છે. આ જીત ભારત માટે એટલા માટે ખાસ છે કારણ કે, પાકિસ્તાની સેનાએ ત્યારે ભારતની અંદાજે 18 હજાર ફૂટ ઊંચાઈ આવેલી ચોકી પર કબજો મેળવી લીધો હતો તે નીચેથી ઉપરથી તરફ ચઢતા આપણા તમામ સૈનિકોને જોઇ શકતી હતી. આમ છતાં ભારતીય સેનાએ અદમ્ય સાહસ બતાવીને પાકિસ્તાનથી તે ભારતીય ચોકી પાછી મેળવી હતી. આ સ્થળને મેળવવા માટે હાથ ધરાયેલ અભિયાનને ભારતના સૌનિકોએ ‘ઑપરેશન વિજય’ નામ આપ્યું હતું.

દર વર્ષે આજનો દિવસ વીર સૈનિકોના દેશ માટેના બલિદાન અને આપણી જીતને “કારગીલ વિજય દિવસ” તરીકે મનાવવામાં આવે છે. ‘ઑપરેશન વિજય’ નામના આ મિશનમાં 527 ભારતીય વીર સપૂતોએ પોતાના પ્રાણ દેશ માટે ન્યોછાવર કરી દીધા હતા. પરંતુ અંતે વિજય પ્રાપ્ત થયો હતો. આ યુદ્ધને દુનિયાના સૌથી ઊંચાઈએ થયેલ યુદ્ધોની સૂચિમાં સ્થાન મળ્યું છે. આપણા સેનાનીઓ અને તેમની વીરતાને સલામ

કારગિલ વિજય દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાનોને સલામી આપી છે. પીએમએ ટ્વિટ કરીને લખ્યું છે કે આપણા દેશની રક્ષા અને દેશના ગૌરવ માટે જવાનોએ લડાઇ લડી, અમને જવાનો પર ગર્વ છે.

