વલસાડ-ડાંગના લોકપ્રિય સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલે હાલમાં જ દિલ્હી સંસદભવન ખાતે કેન્દ્ર સરકારના વરિષ્ઠ મંત્રીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પોતાના મતવિસ્તાર અને દક્ષિણ ગુજરાતના નાગરિકોની સુખાકારી માટે રેલવે અને સ્વાસ્થ્ય જેવી પાયાની સુવિધાઓ અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરી હતી
સાંસદ ધવલ પટેલ અને કેન્દ્રીય રેલ મંત્રી વચ્ચે રેલવે સુવિધાઓ અંગે ચર્ચા અને આભારવર્ષા
સાંસદ ધવલ પટેલે કેન્દ્રીય રેલ મંત્રી આદરણીય અશ્વિની વૈષ્ણવજી સાથે ખાસ મુલાકાત કરી હતી. આ બેઠકમાં તેમણે વલસાડ જિલ્લાના વિવિધ રેલવે સ્ટેશનો પર માળખાકીય સુવિધાઓ વધારવા અને મુસાફરો માટે વધુ ઉપયોગી સવલતો ઉપલબ્ધ કરાવવા બાબતે વિગતવાર રજૂઆત કરી હતી,વધુમાં, વલસાડ રેલવે વિભાગ દ્વારા ભૂતકાળમાં બંધ કરવામાં આવેલા બે રસ્તાઓ ફરીથી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, તે બદલ ધવલ પટેલે વલસાડની સમગ્ર જનતા વતી કેન્દ્રીય રેલ મંત્રીનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. આ નિર્ણયથી સ્થાનિક લોકોની અવરજવરમાં મોટી રાહત થઈ છે
સ્વાસ્થ્ય સેવાઓના વિસ્તરણ અંગે રજૂઆતDત્યારબાદ, સાંસદએ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રી આદરણીય જે.પી. નડ્ડા સાથે પણ રૂબરૂ મુલાકાત કરી હતી, આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય દક્ષિણ ગુજરાતના છેવાડાના માનવી સુધી ઉત્તમ સ્વાસ્થ્ય સેવાઓ પહોંચાડવાનો હતો ધવલપટેલે વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં સ્વાસ્થ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા અને લોકોને ઘરઆંગણે જ આધુનિક સારવાર મળી રહે તે માટે ગંભીરતાપૂર્વક ચર્ચાઓ કરી હતી. આ રજૂઆતોને ધ્યાને લઈ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ ખૂબ જ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો અને આ પ્રશ્નોનો સત્વરે સકારાત્મક ઉકેલ લાવવાની સાંસદશ્રીને ખાતરી આપી હતી, આમ, સંસદ સત્ર દરમિયાન લોકસભાના દંડક તરીકેની વ્યસ્ત કામગીરી વચ્ચે પણ ધવલ પટેલે પોતાના મતવિસ્તારના વિકાસકામોને પ્રાધાન્ય આપી જનહિતલક્ષી અભિગમ દાખવ્યો છે.
આ પણ વાંચો:ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરાવવું હવે બન્યું સરળ, ઘરે બેસીને કરી શકાશે કામ
