Not Set/ BJP સાંસદ અર્જુન સિંહની કારમાં તોડફોડ, TMC કાર્યકરો પર આક્ષેપ

પશ્ચિમ બંગાળમાં ભાજપના સાંસદની કાર સાથે તોડફોડનો મામલો સામે આવ્યો છે. આ હુમલો ભાજપના સાંસદ અર્જુન સિંહની કાર પર કરવામાં આવ્યો છે. અર્જુનસિંહે ટીએમસી સમર્થકો પર કારમાં તોડફોડ નો આરોપ લગાવ્યો છે. આ ઘટના પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણાની છે. ભાજપના સાંસદ શ્યામનગર પાર્ટી કાર્યકરો સુધી પહોંચ્યા હતા. દરમિયાન ટીએમસીના કાર્યકરોએ તેની કારમાં તોડફોડ કરી […]

Top Stories India Politics

પશ્ચિમ બંગાળમાં ભાજપના સાંસદની કાર સાથે તોડફોડનો મામલો સામે આવ્યો છે. આ હુમલો ભાજપના સાંસદ અર્જુન સિંહની કાર પર કરવામાં આવ્યો છે. અર્જુનસિંહે ટીએમસી સમર્થકો પર કારમાં તોડફોડ નો આરોપ લગાવ્યો છે. આ ઘટના પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણાની છે. ભાજપના સાંસદ શ્યામનગર પાર્ટી કાર્યકરો સુધી પહોંચ્યા હતા. દરમિયાન ટીએમસીના કાર્યકરોએ તેની કારમાં તોડફોડ કરી હતી.

ભાજપના સાંસદના નેતૃત્વ હેઠળ, ભાજપના કાર્યકરોએ પાર્ટીના કાર્યાલયને તેમના નિયંત્રણમાં લીધું હતું અને મમતા બેનર્જીના ચિત્ર સાથેનું બેનર પણ હટાવવામાં આવ્યું. જેને પગલે બંને પક્ષના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. અને આ જ સંદર્ભે અર્જુનસિંહની કાર પર હુમલો થયો હતો અને તેમની કારનો કાચ પણ તૂટી ગયો હતો.

આ જ પાર્ટી ઓફિસને લોકસભાની ચૂંટણી જીત્યા પછી ભાજપના કાર્યકર્તાઓએ ટીએમસી પાસે થી કબજે કરી હતી. તેમણે આ હુમલા માટે મમતા બેનર્જીને દોષી ઠેરવ્યા હતા. ભાજપના સાંસદે ધમકી આપી હતી કે જો આવી ઘટનાઓ બંધ ન થાય તો ટીએમસી સાથે પણ આ જ રીતે વર્તન કરવામાં આવશે.

અર્જુનસિંહે કહ્યું, ટીએમસી સમર્થકોએ મને સ્પર્શ કર્યો નહીં. મારી પાસે સલામતી વ્યવસ્થા હતી, પરંતુ મારી કારને તોડવામાં આવી હતી. કોઈએ પોલીસ ફરિયાદ કરી ન હતી. હું જાણું છું કે આ બધું મમતા બેનર્જીના કહેવાથી થયું છે. આજે મારી ગાડીમાં તોડ ફોડ થઈ છે. પરંતુ એની શું ગેરંટી કે આવતી કાલે  કોઈ પણ ટીએમસી સમર્થક સાથે આ ઘટના નું પુનરાવર્તન નહીં જ થાય. ?

ટીએમસી નેતા જ્યોતિપ્રિયા મલ્લિકે ભાજપના સાંસદ પર પાર્ટી ઑફિસ પર કબજો કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે અમે અમારા કાર્યકરોને કહ્યું છે કે રાજ્યની તમામ પાર્ટી કચેરીઓ પર ટીએમસીનો કબજો હોવો જોઈએ. ટીએમસી કચેરીઓ પર ભાજપ જબરજસ્તી કબજો કરી રહી છે.

પશ્ચિમ બંગાળ સરકારના મંત્રીએ કહ્યું કે, ભાજપે ટીએમસીની પાર્ટી કાર્યાલય પર બળજબરીપૂર્વક કબજો કર્યો છે અને તેને ભગવા રંગે રંગી નાખી છે. અત્યાર સુધીમાં, ભાજપે બળજબરીપૂર્વક 180 થી વધુ પાર્ટી કચેરીઓ પર કબજો કર્યો છે અને અમે તેમને પાછી  લઈને જ રહીશું, તે સ્પષ્ટ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.