Devbhoomi Dwarka News/ ખંભાળિયામાં પરિવારજનો જ બન્યા હત્યારા, યુવકની નિર્મમ હત્યાથી ચકચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં યુવકની હત્યા બાદ આરોપીએ મૃતકના પિતાને ફોન કર્યો હતો. તેણે ફોન પર કહ્યું હતું કે, તારા દીકરા જશવંતને મેં અને મારી બે દીકરીઓએ મળીને મારી નાખ્યો છે.

Gujarat Others
ખંભાળિયામાં પરિવારજનો જ બન્યા હત્યારા, યુવકની નિર્મમ હત્યાથી ચકચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં યુવકની હત્યા બાદ આરોપીએ મૃતકના પિતાને ફોન કર્યો હતો. તેણે ફોન પર કહ્યું હતું કે, તારા દીકરા જશવંતને મેં અને મારી બે દીકરીઓએ મળીને મારી નાખ્યો છે. રામનગર વિસ્તારમાં એક પરિણીત યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે પોલીસે મૃતકના જ પિતરાઈ કાકા અને તેમની બે પુત્રીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

મૃતકના થોડા સમય પહેલા જ લગ્ન થયા હતા રામનગર વિસ્તારની ગુંદમોરા સીમમાં રહેતા 25 વર્ષીય જશવંત અશ્વિન ચોપડાના લગ્ન થોડા સમય પહેલા જ પ્રિયા નામની યુવતી સાથે થયા હતા. રવિવારે સવારે જશવંતના માતા-પિતા ખેતીકામ માટે ભટ્ટગામની સીમમાં ગયા હતા. આ દરમિયાન તેમના પિતરાઈ ભાઈ રવજી ભાણા ચોપડાએ ફોન કરી તેમને તાત્કાલિક ઘરે બોલાવ્યા હતા. અશ્વિનભાઈ જ્યારે રવજીના ઘરે પહોંચ્યા ત્યારે રૂમમાં જશવંતનો લોહીલુહાણ મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના ચહેરા પર પ્લાસ્ટિકનું બાચકું પહેરાવેલું હતું અને શરીર પર તીક્ષ્ણ હથિયારોના ગંભીર ઘા હતા.

ખંભાળિયા હત્યાકાંડ

પરિવારજનોએ જ કબૂલાત કરી સ્થળ પર હાજર જ્ઞાતિના અગ્રણીઓની હાજરીમાં આરોપી રવજી ચોપડાએ કબૂલાત કરી હતી કે, તેણે અને તેની બે પુત્રીઓ કિરણ તથા કાજલે મળીને જશવંતની હત્યા કરી છે. જોકે, હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ સ્થાનિક સ્તરે આ બનાવ પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાની ચર્ચાઓ વહેતી થઈ છે.

ખંભાળિયામાં પરિવારજનો જ બન્યા હત્યારા, યુવકની નિર્મમ હત્યાથી ચકચાર

પોલીસ કાર્યવાહી બનાવની જાણ થતા જ જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા અને DYSP વી.પી. માનસેતા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે પિતા અને બે પુત્રીઓ સામે ફરિયાદ નોંધી છે.


આ પણ વાંચો:દેવભૂમિ દ્વારકામાં ગોચર જમીનનો ખાનગી કંપનીએ સોથ વાળ્યો

આ પણ વાંચો:દેવભૂમિ દ્વારકામાં ‘મહાકાલ ગેંગ’ના 7 શખ્સો વિરુદ્ધ ‘ગુજસીટોક’ હેઠળ કડક કાર્યવાહી

આ પણ વાંચો:દેવભૂમિ દ્વારકાના દરિયામાંથી મળેલી વસ્તુએ ખોલ્યા અનેક મોટા રહસ્ય