Botad News/ ગઢડાના યુવકને મધમાખી કરડતા થયું મોત

ગઢડાના વાઢા ચોક વિસ્તારમાં રહેતા નાસીર ઉર્ફે લાલો ચૌહાણ નામના યુવકને ખોપાળા ગામ નજીક Bee કરડી હતી.

Gujarat Others

Botad News : બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં મધમાખી (Bee)કરડવાના કારણે એક યુવકનું દુઃખદ મોત નીપજ્યું છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને મૃતકના પરિવારજનોમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગઢડાના વાઢા ચોક વિસ્તારમાં રહેતા નાસીર ઉર્ફે લાલો ચૌહાણ નામના યુવકને ખોપાળા ગામ નજીક અચાનક મધમાખી (Bee) કરડી હતી. મધમાખી (Bee)કરડ્યા બાદ યુવકની તબિયત તાત્કાલિક બગડવા લાગી હતી.

યુવકને ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે હોસ્પિટલમાં હાજર તબીબોએ તપાસ બાદ યુવકને મૃત જાહેર કર્યો હતો.

યુવકનું અચાનક મોત થતાં પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. યુવકના મોતના સમાચાર મળતા જ સગાસંબંધીઓ અને આસપાસના લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

આ ઘટનાને લઈ સ્થાનિક તંત્ર દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મધમાખી (Bee)કરડવાથી થતી ગંભીર એલર્જીક પ્રતિક્રિયા અને તાત્કાલિક સારવારની જરૂરિયાત અંગે પણ લોકોમાં જાગૃતિ ફેલાવવાની માંગ ઉઠી રહી છે.


આ પણ વાંચો : મધમાખીઓના ત્રાસથી ગબ્બરના 2 દિવસ દર્શન બંધ

આ પણ વાંચો : સુરત : એરપોર્ટ પર મધમાખીઓએ આખી ફ્લાઇટ રોકી

આ પણ વાંચો : મધમાખીએ હુમલો કરતા ખેડૂત ઘાયલ