Patan News/ પાટણ જિલ્લા પોલીસે શ્રાવણીયો જુગાર રમતા 26 શકુનિને ઝડપી પાડ્યા

પાટણ જિલ્લા પોલીસે બાતમીના આધારે શ્રાવણીયો જુગાર રમતા 26 શકુનિને ઝડપી પાડ્યા છે. પાટણ જિલ્લામાં 7 સ્થળે જુગાર રમતાં જુગારીઓને ઝડપી પાડ્યા હતા.

Gujarat Top Stories Breaking News

Patan News: પાટણ જિલ્લા પોલીસે બાતમીના આધારે શ્રાવણીયો જુગાર રમતા 26 શકુનિને ઝડપી પાડ્યા છે. પાટણ જિલ્લામાં 7 સ્થળે જુગાર રમતાં જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જેમની પાસેથી જુગાર રમતા 26 જુગારીઓને રોકડ રૂપિયા 83,900 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.હારીજ, રાધનપુર, સરસ્વતી, બાલીસણા સહિતના સ્થળે પોલીસે કરી રેડ કરી હતી. જ્યાં હારીજનાં ભીલપુર વિસ્તારમાં થી 3 જુગારીયા રૂ.12,300ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. આ સિવાય રાધનપુરના જુના પોરાણા ગામથી 3 જુગારીયા રૂ.10, 240ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. તેમજ રાધનપુર નેશનલ હાઇવે પરથી 5 જુગારીયા રૂ.12,200,રાધનપુર જીઆઇડીસી ગોડાઉન પાસેથી 4 જુગારીયા રૂ.11,600 જડ્પાયા હતા. આપને જણાવી દઈએ  સરસ્વતી તાલુકાના ખોડાના ગામેથી 5 જુગારીયા રૂ.12,750ને પોલીસે ઝડપી પાડ્યા હતા. શ્રાવણીયો જુગાર રમતા લોકોમાં સરસ્વતી તાલુકાના અમરપુરા ગામ પાસેથી પણ 3 જુગારીયા રૂ.10,810/- ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. એટલુજ નહિ બાલીસણા રેલવે ફાટક પાસેથી 3 જુગારીયા રૂ.14,000/- ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા.બાલીસણા રેલવે ફાટક પાસેથી 3 જુગારીયા રૂ.14,000/- ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા.

આ પહેલા પાટણ તાલુકાના અઘાર ગામની સીમમાં જુગાર ધામ જડ્પાયું હતું. માહિતી અનુસાર પાટણ તાલુકાના અઘાર ગામની સીમમા ગાંધીનગરથી આવેલી સ્ટેટ મોનિટરિંગ સેલની પોલીસે રેડ કરીને રોકડ રકમ અને મુદ્દા માલ સહિત કુલ 9 જુગારીઓને પકડીને તેઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવીહતી.પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ ગાંધીનગરની સ્ટેટ મોનેટરીંગ સેલ ની પોલીસને બાતમી મળતા પાટણ તાલુકાના અઘાર ગામની સીમમાં રેડ કરવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાટણમાં શ્રાવણીયો જુગાર રમતા 27 ઝડપાયાં

 આ પણ વાંચો:પાટણના અઘાર ગામની સીમમાં સ્ટેટ મોનેટરીંગ સેલે રેડ પાડી 9 જુગારીઓ પકડ્યા

આ પણ વાંચો:રાજકોટના કુખ્યાત શખ્સનું જુગારધામ ઝડપાયું, શ્રાવણ પૂર્વે પોલીસનો સપાટો