New Delhi News/ સરકારી કર્મચારીઓ માટે દિવાળી ભેટ: DA વધીને 63%

કેન્દ્ર સરકારે અગાઉ એપ્રિલ 2026માં મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં 2 ટકાનો વધારો (DA Hike)કર્યો હતો

Top Stories India
કેન્દ્ર સરકારે દિવાળી પહેલાં કેન્દ્રીય કર્મચારી (Government Employees)ઓ અને પેન્શનરોને મોટી રાહત આપતાં મોંઘવારી ભથ્થા (Dearness Allowance) અને મોંઘવારી રાહત (Dearness Relief)માં 3 ટકાનો વધારો (DA Hike)કરવાની જાહેરાત કરી

New Delhi News : કેન્દ્ર સરકારે દિવાળી પહેલાં કેન્દ્રીય કર્મચારી (Government Employees)ઓ અને પેન્શનરોને મોટી રાહત આપતાં મોંઘવારી ભથ્થા (Dearness Allowance) અને મોંઘવારી રાહત (Dearness Relief)માં 3 ટકાનો વધારો (DA Hike)કરવાની જાહેરાત કરી છે. આ વધારા સાથે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 60 ટકાથી વધીને 63 ટકા થશે. નવા દરો 1 જુલાઈ, 2026થી લાગુ થવાના હોવાથી કર્મચારીઓ અને પેન્શનરોને જુલાઈથી બાકી રકમ એટલે કે એરિયર્સ પણ મળશે.

મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં વધારો થશે, જ્યારે પેન્શનરોને પણ મોંઘવારી રાહતનો લાભ મળશે. અગાઉ કર્મચારીઓને 60 ટકા DA અને પેન્શનરોને 60 ટકા DR મળતું હતું.

મોંઘવારીમાં થતી વધઘટને ધ્યાનમાં રાખીને સરકાર વર્ષમાં સામાન્ય રીતે બે વખત આ ભથ્થામાં સુધારો કરે છે. આ વખતે 3 ટકાના વધારાથી કર્મચારીઓની મૂળભૂત સેલેરીના આધારે મળતી રકમમાં વધારો થશે.

જુલાઈથી મળશે બાકી રકમ

સરકારના નિર્ણય મુજબ નવા દરો 1 જુલાઈ, 2026થી લાગુ થવાના હોવાથી કર્મચારીઓને જુલાઈથી અત્યાર સુધીની બાકી રકમ મળવાપાત્ર થશે. આ રકમ ક્યારે અને કયા પગાર સાથે ચૂકવવામાં આવશે તે અંગેની વિગતો સંબંધિત સત્તાવાર સૂચના મુજબ નક્કી થશે.

કર્મચારીઓના ખાતામાં કેટલી વધારાની રકમ જમા થશે તે તેમના મૂળ પગાર અને લાગુ પડતા નિયમો પર આધારિત રહેશે. પેન્શનરોને પણ તેમના પેન્શનની ગણતરી પ્રમાણે વધારાની મોંઘવારી રાહતનો લાભ મળશે.

અગાઉ પણ વધારવામાં આવ્યું હતું DA

કેન્દ્ર સરકારે અગાઉ એપ્રિલ 2026માં મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં 2 ટકાનો વધારો (DA Hike)કર્યો હતો. આ વધારા બાદ DA અને DRના દર 58 ટકાથી વધીને 60 ટકા થયા હતા. તે પહેલાં ઓક્ટોબર 2025માં બંને ભથ્થાંમાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.

હાલના વધારા બાદ કેન્દ્રીય કર્મચારીઓ (Government Employees)માટે DAનો દર 63 ટકા અને પેન્શનરો માટે DRનો દર પણ 63 ટકા થશે. આ નિર્ણયથી વધતી જીવનજરૂરિયાતોની કિંમતો વચ્ચે કર્મચારીઓ અને પેન્શનરોને આર્થિક રાહત મળવાની અપેક્ષા છે.


આ પણ વાંચો: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર; DA માં 3% નો વધારો નિશ્ચિત, વધીને 63% થશે મોંઘવારી ભથ્થું

આ પણ વાંચો: કેન્દ્રીય કર્મચારીઓની મોદી સરકારની દિવાળી ભેટ, મોંઘવારી ભથ્થું ત્રણ ટકા વધારાયું

આ પણ વાંચો: 1 કરોડ કર્મચારીઓ-પેન્શનરોને મળશે ખુશખબર, તહેવારની સિઝન પહેલા થશે જાહેરાત, કેટલું વધશે મોંઘવારી ભથ્થું