Dharma & Bhakti/ કાળી ચૌદશે હનુમાનજીને અર્પણ કરવો એક દીવો…બનશે બગડેલા બધા કામ..!

જ્યોતિષીઓના મતે, આ દિવસે હનુમાન દાદાની વિશેષ પૂજા અને સાધના કરવાથી તમામ પાપ અને દુ:ખોનો નાશ થાય છે. તો ચાલો જાણીએ કે, નાની દિવાળીએ…

Trending festival Religious Rashifal Dharma & Bhakti

Dharm & Bhakti: દિવાળી (Diwali)ના પંચ દિવસીય પર્વનો બીજો દિવસ છે કાળી ચૌદશ (Kali Chaudash), જેને નાની દિવાળી અથવા નરક ચતુર્દશી (Narak Chaturdashi) પણ કહે છે. દેશભરમાં ઘણા ઉત્સાહ અને ઉમંગથી આ તહેવાર (Festival) મનાવવામાં આવે છે. આ તહેવાર અશ્વિન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મનાવવામાં આવે છે. આ દિવસે હનુમાનજી (Hanumanji)ની આરાધના કરવી અત્યંત ફળદાયી માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કે, નરક ચતુર્દશીની રાત્રે હનુમાનજી સાથે જોડાયેલા કયા ઉપાયો કરવા જોઇએ?

પંચ દિવસીય પર્વના બીજા દિવસને નાની દિવાળી પણ કહે છે. એના ધણા બધા નામ છે; નરક ચતુર્દશી, રુપ ચૌદશ (Roop Chaudash) અને કાળી ચૌદશ કે કાલી ચૌદશના નામે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે યમ દેવતાના નામનો એક દીવો (Lamp) પ્રગટાવવામાં આવે છે. આ સાથે, આ દિવસે હનુમાનજીની વિશેષ આરાધના પણ કરવામાં આવે છે. વાસ્તવમાં જ્યોતિષીઓ (Astrologers)ના મતે, આ દિવસે હનુમાન દાદાની વિશેષ પૂજા અને સાધના કરવાથી તમામ પાપ અને દુ:ખોનો નાશ થાય છે. તો ચાલો જાણીએ કે નાની દિવાળી ગણાતી કાળી ચૌદશની રાત્રે હનુમાનજી માટે કેવો દીવો પ્રગટાવવા જાઇએ?

1. સરસિયાના તેલનો દીવો કરવો

કાળી ચૌદશની રાત્રે હનુમાનજીની પૂજા કરતી વખતે સરસિયાના તેલ (Mustard Oil)નો દીવો અવશ્ય પ્રગટાવવો જોઇએ. ત્યારબાદ, દીવાને સાક્ષી રાખીને ‘ॐ હં હનુમંતે રુદ્રાત્મકાય હું ફટ્’ મંત્રનો જાપ કરવો. એવું કહેવાય છે કે આ એક ઉપાય માત્રથી જીવનમાં સકારાત્મક ઊર્જા (Positive Energy)નો વાસ થાય છે.

2. ચોમુખી દીપક પ્રગટાવવો

કાળી ચૌદશની રાત્રિ સાધનાની રાત કહેવાય છે. રાત્રે હનુમાનજીની ઉપાસના કરતી વખતે શુદ્ધ ઘી કે સરસવના તેલથી ચોમુખી દીપક (Chomukhi Deepak) પ્રગટાવવો અત્યંત શુભ મનાય છે. આ દીવો ઘરના ઈશાન (North-East) ખૂણામાં મૂકવો જોઇએ.

3. લોટનો દીવો બનાવવો

આ ઉપરાંત, નરક ચતુર્દશીના દિવસે હનુમાનજીની સાધના કરતી વખતે લોટનો બનેલો દીવો વાપરવો જોઇએ. આ દીવામાં ચમેલીનું તેલ ઉપયોગમાં લેવું જોઇએ. ત્યારબાદ, આ દીપકને પ્રજ્વલિત કરીને હનુમાનજીના મંદિર (Hanuman Temple)માં મૂકીને આવવું જોઇએ. આ ઉપાય કરવાથી હનુમાનજી શનિ દોષ (Shani Dosh) તથા અન્ય સંબંધિત નડતર દૂર કરે છે તથા સાધકને જીવનમાં લાભ પ્રાપ્ત થાય છે.

4. યમ દીપ પ્રજ્વલિત કરવાનું મુહૂર્ત

કાળી ચૌદશે આજે સાંજે 5 વાગીને 50 મિનિટથી શરુ થઇને સાંજે 7 વાગીને 2 મિનિટ સુધી યમનો દીવો (Yum Deep) પ્રગટાવવાનો રહેશે. આ પછી યમ દેવને પોતાના અથવા પરિવારજનોના અકાળ મૃત્યુ (Premature Death)નો ભય દૂર થાય એવા આશીર્વાદ માટે પ્રાર્થના કરવી.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો: