Death Anniversery/ બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી શ્રીદેવીની આજે Death Anniversery, 5 વર્ષ થવા છતાં અભિનેત્રીનું મોત આજે પણ એક રહસ્ય

બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી શ્રીદેવીના નિધનને આજે 5 વર્ષ થઈ ગયા છે. આજે 24 ફેબ્રુઆરીએ અભિનેત્રી શ્રીદેવીની 5મી ડેથ એનિવર્સરી છે.

Entertainment Trending

બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી શ્રીદેવીના નિધનને આજે 5 વર્ષ થઈ ગયા છે. આજે 24 ફેબ્રુઆરીએ અભિનેત્રી શ્રીદેવીની 5મી ડેથ એનિવર્સરી છે. બોલીવુડમાં રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચનના સ્ટારડમને ટક્કર આપતી અભિનેત્રી એટલે શ્રીદેવી. એવું કહી શકાય કે બોલીવુડમાં અભિનેત્રીઓને ફી મામલે અને સન્માનને મામલે વધુ યોગ્ય ગણવા શ્રીદેવી બાદ આ સિલસિલો ચાલુ થયો. શ્રીદેવીના સ્ટારડમના કારણે ચાંદની જેવી અનેક ફિલ્મોએ બોક્સ ઓફિસ છલકાવી હતી. જ્યારે સદમા, લમ્હે અને ઇંગ્લિશ વિગ્લિંશ જેવી ફિલ્મોમાં તેનો ઉત્કૃષ્ટ અભિનય જોવા મળ્યો. અદ્ભૂત અભિનય પ્રતિભા અને સ્ટારડમ છતાં બે પુત્રીઓની માતા એવી શ્રીદેવીનું મોત બાથરૂમમાં લપસવાથી થયું. આ બાબત હજુ પણ લોકોના ગળે ઉતરતી નથી. અભિનેત્રીનું મૃત્યુ આજે પણ એક રહસ્ય બની રહ્યું છે. જેનું રહસ્ય આજદિન સુધી ઉકેલાયું નથી.

Actress Sridevi: అతిలోక సుందరికి అరుదైన గౌవరం.. గూగుల్ డూడుల్‏లో శ్రీదేవి అందమైన రూపం.. | Sridevi birthday google doodle pays special tribute for late actress sridevi on her 60th birth ...

દુબઈમાં થયું મૃત્યુ

બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીએ 24 ફેબ્રુઆરીએ દુબઈમાં અંતિમ શ્વાસ લીધા. દુબઈની એક હોટલના બાથરૂમમાં પટકાતા શ્રીદેવીનું મૃત્યુ થવાના સમાચારથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો. જો કે, શ્રીદેવીના ગુજરી ગયાના પાંચ વર્ષ પછી પણ પ્રશ્ન એ જ રહે છે કે તે રાત્રે દુબઈની તે હોટલમાં શું થયું હતું? જેના કારણે શ્રીદેવીએ અચાનક આ દુનિયાને અલવિદા કહેવું પડ્યું.

Sridevi was skeptical to wear white outfits in Chandni for THIS reason - here's how Yash Chopra convinced her

હોટલમાંથી શ્રીદેવીનો મૃતદેહ મળ્યો

બોલિવૂડ દિવા શ્રીદેવી દુબઈમાં એક પારિવારિક લગ્નમાં હાજરી આપવા ગઈ હતી. દરમિયાન શ્રીદેવીની બંને દીકરીઓ જ્હાન્વી કપૂર અને ખુશી કપૂર મુંબઈમાં હતી. પરંતુ તેના પતિ બોની કપૂર શ્રીદેવી સાથે દુબઈ ગયા હતા. અને 24 ફેબ્રુઆરીની રાત્રે શ્રીદેવીની ડેડ બોડી તેના રૂમમાંથી મળી આવી હતી. દુબઈની જે હોટલમાં તે રોકાઈ હતી તે જ રૂમના બાથટબમાં શ્રીદેવીનું રહસ્યમય રીતે મૃત્યુ થયું હતું. શ્રીદેવીના મૃત્યુ બાદ દુબઈ પોલીસ સક્રિય થઈ ગઈ હતી. ભારતીય મીડિયાના દબાણને કારણે દુબઈ પોલીસે કેસની તપાસ શરૂ કરી. શ્રીદેવીના નિધનથી આઘાતમાં ઘણા લોકોએ બોની કપૂર પર આંગળી પણ ઉઠાવી હતી. શ્રીદેવીના મૃત્યુ પર મૌન તોડતા બોની કપૂરે કહ્યું હતું કે તેમનું મૃત્યુ જાતે થયું નથી પરંતુ આ એક અકસ્માત હતો.

Sridevi's Death Was Not Natural, But.. : Boney Kapoor Speaks Up

બોની કપૂરે  આપ્યું નિવેદન આપ્યું 

શ્રીદેવીના નિધન વિશે વાત કરતાં બોની કપૂરે કહ્યું હતું કે, મેં આ મામલે તમામ વાતો સ્પષ્ટ રીતે પોલીસને જણાવી છે. શ્રીદેવીના રહસ્યમય મોતને લઈને દુબઈ પોલીસે 24 થી 48 કલાકની પૂછપરછ કરી હતી. મેં દુબઈ પોલીસને ઘણું બધું કહી દીધું છે. બોની કપૂરે કહ્યું કે શ્રીદેવી લો બ્લડ પ્રેશરથી પીડિત હતી અને ઓછા મીઠાના સેવનને કારણે તેને ઘણી વખત બ્લેકઆઉટ થઈ ગયું હતું. તેણે કહ્યું કે શ્રીદેવી નવી ફિલ્મમાં કામ કરતા પહેલા પોતાને સુધારવા માંગતી હતી. આવી સ્થિતિમાં સુંદર દેખાવા માટે અને પરફેક્ટ ફિગર મેળવવા માટે તે કડક ડાયટ પ્લાન ફોલો કરતી હતી. જેથી તે પોતાના પાત્રમાં શ્રેષ્ઠ દેખાય.

Sridevi's Biography on Her Second Death Anniversary | VOGUE India | Vogue India

બોની કપૂરની મળી કલીન ચીટ

શ્રીદેવીના મૃત્યુ બાદ ઘણા લોકોએ બોની કપૂર પર આરોપ લગાવ્યો હતો. પરંતુ બાદમાં બોની કપૂરને ક્લીનચીટ મળી હતી. આવી સ્થિતિમાં, શ્રીદેવીના મૃત્યુનું રહસ્ય જાહેર કરતી વખતે, બોની કપૂરે કહ્યું હતું કે, “લગ્નમાં પહોંચતા પહેલા શ્રીદેવી ઘણી વખત બ્લેકઆઉટ થઈ હતી. ડોક્ટરે તેને મીઠું ખાવાની સલાહ આપી. ડોક્ટરે કહ્યું હતું કે જો તમને લો બ્લડ પ્રેશર હોય તો ગંભીર ડાયટ ફોલો ન કરો અને મીઠું ખાવાનું રાખો. આ જ કારણ હતું કે મેં તેને હંમેશા કહ્યું કે મીઠું સંપૂર્ણપણે ટાળો. હું સલાડમાં પણ મીઠું ઉમેરવાનું કહેતો હતો. જો કે શ્રીદેવીના મૃત્યુ પાછળનું સત્ય ખરેખર લો બ્લડ પ્રેશર હતું, પરંતુ આ રહસ્ય પણ તેની સાથે દૂર થઈ ગયું.

Legendary Actress Sridevi NEVER Wanted A Mr. India Remake, Old Interview Goes VIRAL!

મુંબઈની માયાનગરી કહેવાતા બોલિવૂડમાં શ્રીદેવી જેવા કિસ્સા છે જે આજે પણ ઉકેલ્યા છે. શ્રીદેવીની હમશકલ માનવામાં આવતી દિવ્યા ભારતી, જીયાખાન, કૌશલ પંજાબી અને આસિફ બસરા જેવા કલાકારોના મૃત્યુ આજે પણ રહસ્ય છે. શ્રીદવીની જેમ બોલિવૂડના વધુ એક અભિનેતા સુશાંતસિહ રાજપૂતના મૃત્યુ પર લોકોને હત્યાની શંકા છે. આજે પણ લોકોના મનમાં પ્રશ્ન છે આખરે કેવી રીતે શ્રીદેવી બાથરૂમમાં પડતા સામાન્ય ઇજા થવાથી મૃત્યુ પામી અને કેવી રીતે સુશાંતસિંહ રાજપૂત જેવા શ્રેષ્ઠ અભિનેતાએ આત્મહત્યા કરી. બંને કલાકારોના મૃત્યુને લઈને લોકો આજે પણ પોલીસ તપાસ સામે શંકિત છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:લગ્ન પહેલા પતિએ બળાત્કાર કર્યો હોવાનો પત્નીનો આક્ષેપ

આ પણ વાંચો:ગુજરાત યુનિવર્સિટી ડ્યુઅલ ડિગ્રી માટે વિદ્યાર્થીઓને સુલભતા પ્રદાન કરશે

આ પણ વાંચો:મહેસાણામાં વાળીનાથ મહાદેવ ખાતે સુવર્ણ શિખર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ, જાણો શું કહ્યું PM મોદી

આ પણ વાંચો:આણંદની સમરસ હોસ્ટેલ ખરાબ ભોજનનો આરોપ, વિદ્યાર્થીનીઓનો હોબાળો