Not Set/ હાઇ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરશે દહીં

ઉનાળાના સમયમાં ઘણા લોકોને હાઇ બ્લડ પ્રેશરની એટલે કે ઉંચા રકતચાપ બીપીની સમસ્યાનો સામનો કરવો પડે છે.  આથી ગરમીના સમયમાં હાઇ બ્લડ પ્રેશરના દર્દીએ વધુ કાળજી લેવી જોઈએ. જ્યારે ધમની પર લોહીનું દબાણ સામાન્ય કરતાં વધી જાય છે ત્યારે હાઇ બ્લડ પ્રેશર થાય છે.  હાઇ બ્લડ પ્રેશરના કારણે લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે નથી થઈ શકતું. […]

Food Health & Fitness

ઉનાળાના સમયમાં ઘણા લોકોને હાઇ બ્લડ પ્રેશરની એટલે કે ઉંચા રકતચાપ બીપીની સમસ્યાનો સામનો કરવો પડે છે.  આથી ગરમીના સમયમાં હાઇ બ્લડ પ્રેશરના દર્દીએ વધુ કાળજી લેવી જોઈએ. જ્યારે ધમની પર લોહીનું દબાણ સામાન્ય કરતાં વધી જાય છે ત્યારે હાઇ બ્લડ પ્રેશર થાય છે.  હાઇ બ્લડ પ્રેશરના કારણે લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે નથી થઈ શકતું. તેના કારણે વ્યક્તિ અન્ય બીમારીઓનો ભોગ બને છે. આવી ગંભીર બિમારીઓ જેમ કે હાર્ટ એટેક વગેર. તેના કારણે વ્યક્તિનું મૃત્યું પણ થઈ શકે છે.

આથી જ હાઇ બીપી  હોય તેવા લોકોએ પોતાના આહારમાં ઘણું ધ્યાન રાખવું જોઈએ. હાઈ બ્લડ પ્રેશરના દર્દી રોજિંદા આહારમાં દહીંનો ઉપયોગ કરી શકે છે. દહીં તેમના માટે ઘણું ફાયદાકારક છે. દહીંથી લોહીમાં બનનારા કોલેસ્ટ્રોલના પ્રમાણને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે.  જેથી કોલેસ્ટ્રોલ નસમાં વહેતા લોહીમાં બાધારૂપ ન બને.  અને હાર્ટબિટનું પ્રમાણ યોગ્ય રહે.

એક સંશોધન પ્રમાણે લાંબા સમય સુધી દહીનું સેવન કરવાથી લોકોમાં હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા ઘણી ઓછી  થઈ જાય છે.  જે લોકો રોજ પોતાની રોજિંદા ખોરાકની કેલરીમાં  બે ટકા દહીનો ઉપયોગ કરે છે  તેમનામાં હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા ઉભી થવાનું પ્રમાણ 31 ટકા ઓછું થઈ ગયું હતું.

જો હાઇ બીપી લાંબો સમય રહે તો  સહેજ પણ રાહ જોયા વિના  ડોક્ટરની સલાહ લેવી જોઈએ. અને વધેલું બીપી ઓછું ન થાય તો  હાર્ટ એટેકનો ભય રહે છે.

ઉપરાંત નિયમિત રીતે  દહીંનું સેવન અન્ય ઘણી બિમારીઓને દૂર રાખે છે રોજ દહી ખાશો તો પેટની બિમારીથી દૂર રહેશે.  તે ઉપરાંત પાચનતંત્ર પણ સુધરશે અને વજનને પ્રમાણસર રાખવામાં દહીં મદદ કરશે.

ગરમીના સમયમાં ભારે ખોરાક ન ખાતા તમે દહી અથવા તો  એકદમ જાડું યોગર્ટ કે દહીની બનાવટ ખાશો તો તે યોગ્ય રહેશે