દાહોદ/ કતવારા ગામે કમોસમી વરસાદ, સાથે બરફના કરા પણ પડયા

કતવારા ગામે કમોસમી વરસાદ, સાથે બરફના કરા પણ પડયા

Gujarat Others Trending
rudrabhishek 18 કતવારા ગામે કમોસમી વરસાદ, સાથે બરફના કરા પણ પડયા

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યું છે. પરંતુ રાજ્યના કેટલાક ભાગોમાં  વહેલી સવારે ગઢ ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજે દાહોદ ના કેટલાક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જામ્યું હતું.

અચાનક વાતાવરણમાં પલટા સાથે દાહોદના કેટલાક વિસ્તારોમાં વરસાદ સાથે બરફના કરા પણ પડ્યા હતા. દાહોદના કતવારા ગામે કમોસમી વરસાદ, સાથે બરફના કરા પણ પડયા હતા. કમોસમી વરસાદને કારણે ખેડૂતો મુકાયા ચિંતામાં મુકાયા છે. કમોસમી વરસાદથી ખેડૂતોને પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. અચાનક આવેલા માવઠાથી ખેડૂતની ચિંતા બમણી થઇ છે.

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર  ઉત્તર કોંકણ અને વિદર્ભમાં એક સાઈક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. જેને પગલે આજે અને આવતીકાલે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળ છાયું વાતાવરણ અને વરસાદ પડવાની શક્યતા છે. ડાંગ, વલસાડ, તાપી સાપુતારા તો પંચમહાલ, દાહોદ , મહીસાગર સહિત મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. તો ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા તેમજ સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 18 અને 19 ફેબ્રુઆરીના દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પલટો આવશે અને વાદળછાયા વાતાવરણ સાથે સામાન્ય વરસાદની આગાહી કરી છે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ