Asian Games 2022/ એશિયન ગેમ્સ 2022 સ્થગિત, શું મહામારી છે તેનું કારણ? જાણો સંપૂર્ણ વિગત

ચીની મીડિયા દ્વારા તેને મુલતવી રાખવાનું કોઈ કારણ આપવામાં આવ્યું નથી. પરંતુ એ પણ સાચું છે કે હાલમાં ચીનમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.

Top Stories Sports
એશિયન ગેમ્સ

રમત જગતમાંથી આવી રહેલા એક મોટા સમાચાર અનુસાર એશિયા ઓલિમ્પિક કાઉન્સિલે શુક્રવારે કહ્યું કે ચીનના હાંગ્ઝોમાં 10 થી 25 સપ્ટેમ્બર 2022 દરમિયાન યોજાનારી 19મી એશિયન ગેમ્સ 2022ને હાલ માટે સ્થગિત કરી દેવામાં આવી છે.

 જો કે, ચીની મીડિયા દ્વારા તેને મુલતવી રાખવાનું કોઈ કારણ આપવામાં આવ્યું નથી. પરંતુ એ પણ સાચું છે કે હાલમાં ચીનમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. આવી સ્થિતિમાં એશિયન ગેમ્સ સ્થગિત કરવાનું કારણ કોરોના માનવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, એશિયન ગેમ્સ 2022 હાંગ્ઝોમાં યોજાવાની હતી. પરંતુ હવે તે ક્યારે શરૂ થશે તેની કોઈ માહિતી નથી. નોંધનીય છે કે એશિયન ગેમ્સને લઈને આયોજકોએ કહ્યું હતું કે ચીનના પૂર્વ ભાગમાં 12 મિલિયનની વસ્તી ધરાવતા શહેર હાંગ્ઝોમાં એશિયન ગેમ્સ માટે લગભગ 56 સ્પર્ધા સ્થળોનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે.

પરંતુ હવે ચીનના સૌથી મોટા શહેર શાંઘાઈમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. આવી સ્થિતિમાં, ત્યાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું. તે જ સમયે, હાંગ્ઝો શાંઘાઈ નજીક સ્થિત છે.

આપને જણાવી દઈએ કે બેઈજિંગ અને શાંઘાઈમાં કોરોના વાયરસના ઓમિક્રોન સ્વરૂપના વધતા જતા પ્રકોપને જોતા ગુરુવારે જ રાષ્ટ્રપતિ શી જિનપિંગે અધિકારીઓને ‘કોવિડ-ઝીરો’ નીતિનું કડક પાલન કરવાનો નિર્દેશ આપ્યો હતો અને કહ્યું હતું કેમહામારીની રોકથામ હવે ‘ક્રિટીકલ સ્ટેજ’ પર પહોંચી ગયું છે.

આ પણ વાંચો:દિલ્હી કેપિટલ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 21 રને હરાવ્યું,ખલીલ અહેમદે લીધી 3 વિકેટ

આ પણ વાંચો: IPLના ઈતિહાસમાં ઉમરાન મલિકે ફેંક્યો સૌથી ઝડપી બોલ!જાણો વિગત