મુંબઈમાં બહુમાળી મકાનમાં આગ લાગી હતી. આ ઘટના મંગળવારે બપોરે બની છે. અહેવાલોના અનુસાર ઐશ્વર્યા રાય બચ્ચન અને ક્રિકેટર સચિન તેંડુલકરના સબંધીઓ આ બિલ્ડિંગમાં રહેતા હતા. આ આગ પશ્ચિમ બાંદ્રામાં સ્થિત લા મેર બિલ્ડિંગના 13 મા માળે લાગી છે. થાણે નજીક ભિવંડીમાં ચાર માળની ઇમારતમાં આગ લાગી છે જેમાં ઘણા લોકો અગાસી ઉપર ફસાયેલા છે. અત્યાર સુધીમાં 40 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.
આગ એન્જિન સ્પોટ પર પહોંચી ગયું છે. હજુ સુધી જાનહાનિના કોઈ સમાચાર નથી. એવું બતાવામાં આવ્યું છે કે બિલ્ડિંગમાં 16 માળ છે. 12 મા માળે બૉલીવુડની અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનની માતા રહે છે જ્યારે સચિનના સાસુ-સસરા લોકો આ બિલ્ડિંગના 10 માં માળે રહે છે. ઐશ્વર્યા પણ અભિષેક બચ્ચન સાથેના લગ્ન પહેલાં આ મકાનમાં રહેતી હતી.
